મોદીની કેબિનેટમાં સામેલ નહી થાય નીતીશ કુમારની JDU


નવી દિલ્હી, તા. 30 મે 2019, ગુરુવાર

નરેન્દ્ર મોદી બીજીવાર વડાપ્રધાન પદના શપથ લીધાં છે. તેમની સાથે સાથે કેબિનેટ માટે મંત્રીઓની પણ પસંદગી થઇ ચૂકી છે. પરંતુ JDU અધ્યક્ષ નીતીશ કુમારે નિર્ણય કર્યો છે કે તેમની પાર્ટીના કોઇ સાંસદ મંત્રીમંડળમાં સામેલ નહી થાય.

નીતીશ કુમારે કહ્યું કે, ભાજપ તરફથી કહેવામાં આવ્યું હતું કે, તેમના ગઠબંધન દળો છે તેમને એક-એક મંત્રી પદ આપવામાં આવશે. આ સિંબોલિક રિપ્રેઝન્ટેશન તરીકે હશે. આ પ્રકારના પ્રસ્તાવ મંજુર નહી હોય. અમારે સિંબોલિક રિપ્રેઝન્ટેશનની જરૂર નથી. સરકારમાં આવી રીતે સામેલ થવાની જરૂર નથી. અમને સરકારમાં સામેલ થવાની કોઇ દિલચસ્બી નથી.

નીતીશ કુમારે કહ્યું કે, અમે બિહારમાં સાથે જ છીએ અને સરકારના કામોમાં સાથે છીએ. મંત્રી પદને લઇને કોઇ નારાજગી નથી. તેથી અમે ગઠબંધનમાં સાથે છીએ, પરંતુ મંત્રીપદને લઇને કોઇ નારાજગી નથી. તેમણે કહ્યું કે, આ મુદ્દે તેમની વાત અમિત શાહ સાથે થઇ ગઇ છે.


from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2KeEmqs
via Latest Gujarati News

Post a Comment

0 Comments