નવી દિલ્હી, તા. 30 મે 2019, ગુરૂવાર
ટ્રેડ વોરમાં ચીન અમેરિકાને મોટો ઝટકો આપવાની તૈયારીમાં છે. ચીન દ્વારા સંકેત આપવામાં આવ્યો કે, તે ટૂંક સમયમાં અમેરિકામાં નિકાસ કરવામાં આવતા રેયર અર્થ મિનરલનો નિકાસ સીમિત કરી નાખશે. જેનાથી અમેરિકી મેન્યુફેક્ચરિંગ સેક્ટર તૂટી શકે છે.
ઉલ્લેખનીય છે કે, રેયર અર્થ મિનરલમાં 16 પ્રકારના તત્વ આવે છે. જેનો ઉપયોગ ઈલેક્ટ્રોનિક્સ, ઓઈલ રિફાઈનરી, ગ્લાસ ઈન્ડસ્ટ્રી વગેરેમાં કરવામાં આવે છે.
દુનિયામાં સૌથી વધુ રેયર અર્થ મિનરલનું ઉત્પાદન ચીનમાં થાય છે. રેયર અર્થ મિનરલનું ઉત્પાદન ચીન 70 ટકા કરે છે. આ ઉપરાંત 30 ટકા ઉત્પાદન મ્યાનમાર, ઓસ્ટ્રેલિયા, મલેશિયા અને અમેરિકા જેવા દેશો કરે છે.
ચીન દ્વારા જો અમેરિકામાં રેયર અર્થ મિનરલનો નિકાસ ઓછો કરી દેવામાં આવે તો અમેરિકી મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં તેની મોટી અસર જોવા મળે કારણ કે, અમેરિકા તેની જરૂરીયાતના 80 ટકા રેયર અર્થ મિનરલ ચીન પાસેથી મંગાવે છે.
from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2KibPk5
via Latest Gujarati News
0 Comments