હવે ઘરે માપી શકાશે સ્ટ્રેસ લેવલ, શોધાયું મશીન

વૈજ્ઞાનિકોએ મેન્ટલ સ્ટ્રેસને માપવાની એક રીતે શોધી છે. જેમાં પરસેવો, યુરીન, લાર અને લોહીથી તમારા મેન્ટલ ટેન્શનને માપવાની વાત કહેવામાં આવી છે. માનસિક તાણ સ્લો પોઈઝન જેવી છે જેમાં માણસ ધીમેધીમે બીમાર થતો જાય છે. હાર્ટએટેક જેવી ગંભીર બીમારીનું કારણ પણ માનસિક ટેન્શન જ છે. 


અમેરિકાની સિનસિનાટી યુનિવર્સટીના સંશોધકોનું કહેવું કે નવી રીતનો ઉપયોગ દર્દી ઘરે જ કરી શકશે. યુનિવર્સિટીના પ્રોફેસર એન્ડ્રીયુ સ્ટેકલનું કહેવું છે કે આ મશીન તમને બધી માહિતી નહીં આપે પણ તમારે ડૉક્ટરની જરૂર છે કે નહીં તે જરૂર જણાવશે. 

ઉલ્લેખનીય છે કે વૈજ્ઞાનિકોએ બનાવેલા આ સાધનથી લોહી, લાર, પરસેવો અને યુરીનમાં રહેલા તણાવને હાર્મોનના પેરાબેંગની કિરણો દ્વારા માપવામાં આવશે. હાલમાં જ અમેરિકન કેમિકલ સોસાયટી સેન્સર જર્નલમાં આ સાધનની માહિતી આપતા કહેવામાં આવ્યું કે આ લેબોરેટરીમાં થતી લોહીની તપાસનું સ્થાન નહીં લઇ શકે. 



from Health News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2KdUoAQ
via Latest Gujarati News

Post a Comment

0 Comments