
નવી દિલ્હી, 17 મે 2019, શુક્રવાર
ઓસ્ટ્રેલિયાના કેટલાક ટાપુ પર પ્લાસ્ટિકના કચરાના ગંજ ખડકાયા છે. એક ટાપુ પરથી 41.4 કરોડ પ્લાસ્ટિકના ટુકડા એકઠા કરવામાં આવ્યા છે. આ કચરાનું વજન બ્લૂ વ્હેલ માછલી જેટલું થાય છે. આ ટાપુ કોકોસ કીલિંગ નામનો છે. આ આયલેન્ડ 27 ટાપુ સમુહથી જોડાયેલો છે. આ ટાપુ તેની સુંદરતાના કારણે પ્રખ્યાત છે પરંતુ આ સુંદરતાને કચરાનું ગ્રહણ લાગી રહ્યું છે. દર વર્ષે મોટા પ્રમાણમાં લોકો અહીં ફરવા આવે છે. આ જગ્યાની સુંદરતા તેને સ્વર્ગ સમાન બનાવે છે. પરંતુ વર્ષ 2017માં બે ઓસ્ટ્રેલિયાઈ વિશ્વવિદ્યાલયોના રીસર્ચમાં જાણવા મળ્યું કે આ ટાપુ પર 41.4 કરોડ પ્લાસ્ટિકના ટુકડા છે. 238 ટનના આ કચરાના કારણે ટાપુ ઘેરાઈ ચુક્યો છે.

રીપોર્ટ અનુસાર 1990 બાદ અહીં એકવાર ઉપયોગ થયેલા પ્લાસ્ટિકનો ઉપયોગ વધ્યો છે. રીસર્ચ કરનાર નિષ્ણાંત અનુસાર અહીં એકઠો થતો પ્લાસ્ટિકનો કચરો પાણીમાં વહી પણ જાય છે. જો કે આ કચરો એવા દેશમાં જાય છે જ્યાં આ પ્રકારના પ્રદૂષણને દૂર કરવાની કોઈ વ્યવસ્થા નથી. આ ઉપરાંત પ્લાસ્ટિક અહીં નદી અને સમુદ્રમાં જમા પણ થાય છે. આ જમા થયેલા પ્લાસ્ટિકથી સમુદ્રી જીવ અને પક્ષીઓને નુકસાન પણ થાય છે. એક સર્વે અનુસાર માત્ર સમુદ્રના આ ભાગમાં એટલા પ્લાસ્ટિકના ટુકડા છે જેટલા આકાશગંગામાં તાર પણ નથી.

સમુદ્રમાં એકઠા થયેલા આ પ્લાસ્ટિકના કચરામાંથી થોડા સમયમાં એવી વાસ આવે છે જે માછલીઓને ભોજન સમાન જણાય છે અને તે આ પ્લાસ્ટિકને ભોજન સમજી ગળી જાય છે. જો કે પ્લાસ્ટિક ગળી જવાથી સમુદ્રી જીવની અંદર ખતરનાક કેમિકલ પણ જતા રહે છે અને તેનું મોત થાય છે.

પ્લાસ્ટિક સાથે જોડાયેલા આ રીસર્ચ માટે નિષ્ણાંતોએ આ ટાપુ સમુહને જ પસંદ કર્યા કારણ કે તેને દુનિયામાં સૌથી વધારે અજાણ્યા અને લોકોની અવરજવર ન થતી હોય તેવા ટાપુ માનવામાં આવતા હતા. જો કે આ ટાપુ પર સમુદ્રની સફાઈ જેવા કામ પણ થતા નથી. આ ટાપુ પરથી સર્વે દરમિયાન સૌથી વધારે ટુથબ્રશ, પ્લાસ્ટિકના પેકેટ, કોલ્ડડ્રીંકની બોટલ, પ્લાસ્ટિક બેગ્સ સૌથી વધારે મળી છે. એટલે કે તેમાંથી 25 ટકા કચરો એવો છે જે એકવાર પ્રયોગમાં આવેલું પ્લાસ્ટિક હોય.
from Science technology News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2wdEJtr
via Latest Gujarati News
0 Comments