ગ્લોબલ વાર્મિંગ વિશે લોકો કઅ પણ કહે પણ સત્ય તો એ જ છે કે ગ્લોબલ વાર્મિંગ બધા માટે ખતરનાક છે. એ ધીમેધીમે આખી દુનિયાને સમાપ્ત કરી રહ્યું છે. ગ્લોબલ વાર્મિંગનું સૌથી મોટું ઉદાહરણ એ છે કે આખી દુનિયાનું તાપમાન વધી રહ્યું છે. આ વર્ષે કેવી ગરમી પડી રહી છે એનો તો તમને બધાને ખ્યાલ છે જ. ભારતમાં મે ના પહેલા વીકમાં જ તાપમાન ૫ ડિગ્રીએ પહોંચી ગયુ હતું.

એ વાત તો બધા જાણે છે કે વધારે તાપમાન આપણા સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. તેનાથી ડિહાઈડ્રેશન અને ગરમીના સ્ટ્રોક આવી શકે છે. ઘણાં લોકોએ તો ગરમીના લીધે દવાખાનામાં દાખલ થવું પડે છે. તેમાંય જે લોકોને ડાયાબિટીઝ અને હાર્ટની તકલીફ હોય તેમના માટે તો આ ઉચું તાપમાન વધારે જોખમી છે. એ જ રીતે વધેલુ તાપમાન તમારા મૂડ અને મેમરીને પણ પ્રભાવિત કરે છે.

ગુસ્સો વધારે છે - ગરમીને લીધે માનસિક સ્વાસ્થ્ય પણ જોખમાઇ શકે છે. જેના લીધે આત્મહત્યાના કિસ્સાઓ વધે છે. જેમની માનસિક સ્વાસ્થ્યની દવા ચાલતી હોય તેમના માટે પણ વધતુ તાપમાન બહુ જોખમી સાબિત થઇ શકે છે.
મેમરી પર અસર - અભ્યાસમાં જાણવા મળ્યું છે વધારે તાપમાનમાં ભણતા સ્ટુડન્ટ કરતાં સામાન્ય તાપમાનમાં ભણતા બાળકોની શીખવાની ક્ષમતા વધારે હોય છે. એનો અર્થ એ કે વધતા તાપમાનની આપણાં મેમરી પાવર પર અસર થાય છે. આમ તો તાપમાન ઘટાડવાના કોઇ ઉચિત ઉપાય નથી પરંતુ તમે તડકામાં ઘરમાં રહીને કે ભરપૂર પાણી પીને પોતાની જાતને હાઈડ્રેટ રાખી શકો છો.
from Health News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2WQtfHN
via Latest Gujarati News
0 Comments