રાતોરાત આ વામનજી સ્ટાર બની ગયો

-લોસ એંજલ્સ તા.16  મે 2019 ગુરૂવાર

જગવિખ્યાત ટીવી શો ગેમ ઑફ થોર્ન્સ દ્વારા રાતોરાત દુનિયાભરમાં પોતાના અભિનયનો ડંકો વગાડનારા ઓછી ઊંચાઇ ધરાવતા વામન કદના અભિનેતા પીટર ડિક્લેંકની પોતાની સંઘર્ષકથા એક મનોરંજક મસાલા ફિલ્મથી જરાય ઊતરતી નથી.

૧૯૬૯માં અમેરિકામાં જન્મેલા પીટરને હાડકાંની એકોન્ડ્રોપ્લાસિયા નામની બીમારી હતી એટલે એની ઊંચાઇ વધતી નહોતી. એ ઠિંગુજી રહ્યો હતો. એને કારણે બાળપણમાં ભારે ગુસ્સાવાળો હતો. અમારી આર્થિક સ્થિતિ બહુ સારી નહોતી. ઘરમાં ચૂહા દોડાદોડ કરતા હતા. એમનાથી છૂટકારો મેળવવા અમે એક બિલાડી પાળી હતી.

કૉલેજમાં ગ્રેજ્યુએટ થયા બાદ એ ન્યૂયોર્ક ગયો અને ત્યાં એક્ટિંગનો ડિપ્લોમા લીધો. ઊંચાઇ ઓછી હોવાથી પોતે હીરો બની શકે એમ નથી એ હકીકત પીટર સમજતો હતો. માત્ર દ્રઢ સંકલ્પ અને સખ્ખત મહેનત દ્વારા એ અભિનેતા બન્યો અને સફળ પણ થયો. ગેમ ઑફ થોર્ન્સથી એ રાતોરાત સ્ટાર બની ગયો.




from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2Yq5pTI
via Latest Gujarati News

Post a Comment

0 Comments