લોસ એંજલ્સ તા.16 મે 2019 ગુરૂવાર
ચાલુ વર્ષના ઓસ્કાર એવોર્ડ સમારોહની જેમ ૨૦૨૦ના ઓસ્કાર એવોર્ડ સમારોહમાં પણ કોઇ સંચાલક નહીં હોય. આ સમારોહ સંચાલક વિનાનો હશે એવા અણસાર મળ્યા હતા.
અમેરિકન બ્રોડકાસ્ટિંગ કોર્પોરેશન (એબીસી)ના વડા કારે બુર્કેના કહેવા મુજબ આવતા વરસે પણ ઓસ્કાર સમારોહમાં કોઇ સંચાલક નહીં હોય. ચાલુ વર્ષે જે કલાકારનું સંચાલક તરીકે નામ જાહેર થયું હતું એના પર જાતીય ગેરવર્તનના આક્ષેપ થતાં એણે આ એવોર્ડ સમારોહમાં સંચાલન કરવાનો વિચાર પડતો મૂક્યો હતો.
બૂર્કેએ એવો દાવો કર્યો હતો કે ચાલુ વરસે સંચાલક વગર યોજાએલા સમારોહને જબરદસ્ત રેટિંગ મળ્યું હતું એટલે અમને વધુ એકવાર સંચાલક વિના સમારોહ યોજવાનું પ્રોત્સાહન સાંપડયું હતું. જો કે હજુ કોઇ અંતિમ નિર્ણય લેવાયો નથી. હજુ પૂરતો સમય છે. આવતા વર્ષનો ઓસ્કાર એવોર્ડ ૨૦૨૦ના ફેબુ્રઆરીની નવમીએ યોજાવાનો છે.
તાજેતરમાં કોમેડિયન જીમી કીમેલે એબીસી સાથે ત્રણ વર્ષનો કરાર કર્યો હતો. બૂર્કેને પૂછવામાં આવ્યું હતું કે જીમી કીમેલ સંચાલન નહીં કરે ? જવાબમાં બૂર્કેએ કહ્યું કે હાલ આ સવાલનો જવાબ હું આપવાની સ્થિતિમાં નથી. મેં તમને કહ્યું ને, હજુ પૂરતો સમય છે.
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2JmLyRM
via Latest Gujarati News
0 Comments