
લખનૌ, તા. 15 મે 2019, બુધવાર
પશ્ચિમ બંગાળમાં અમિત શાહના રોડ શોમાં હિંસા અને બબાલ બાદ આરોપ-પ્રત્યારોપનો દૌર શરૂ છે ત્યારે ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પ.બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી પર વિવાદિત નિવેદન આપી તેમની સરખામણી ISISના બગદાદી સાથે કરી દીધી.
યોગી આદિત્યનાથે પોતાના સત્તાવાર ટ્વીટર હેંડલથી ટ્વીટ કરતા લખ્યું કે, બગદાદીથી પ્રભાવિત થઇને 'બગદીદી' બનવાનું તમારું સપનું ભારતમાંના સાચા સપુત વોટની ચોટથી તોડીને રહેશે. વધુમાં તેમણે કહ્યું કે, ભાજપથી ભયભીત થઇને મમતા બંગાળમાં સભાઓના મંચ તોડીને, મજુરોને મારી, રેલીઓ રદ્દ કરાવી બંગાળને શું બનાવવા માંગે છે? યાદ રાખો, બંગાળ ભારતના અભિન્ન અંગ છે, બગદાદીથી પ્રભાવિત થઇને બગદીદી બનવાનું તમારું સપનું ભારતમાંના સાચા સપુત વોટની ચોટથી તોડીને રહેશે. જય હિંદ, જય ભારત.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2E4Zcov
via Latest Gujarati News
0 Comments