
પટના, તા. 15 મે 2019, બુધવાર
લોકસભાની ચૂંટણીના અંતિમ તબક્કાના પ્રચાર માટે વડાપ્રધાન મોદી આજે પટનના પાલીગંજમાં ચૂંટણીસભા સંબોધી. અહી તેમણે પટના સાહિબ અને પાટલિપુત્રથી ભાજપના ઉમેદવાર રવિશંકર પ્રસાદ અને રામકૃપાલ યાદવ તેમજ જહાનાબાદ લોકસભા સીટ પરથી JDUના ઉમેદવાર ચંદ્રશેખર પ્રસાદના સમર્થનમાં ચૂંટણી સભા સંબોધી.
યાદવોનું પ્રભુત્વ ધરાવતા વિસ્તારમાં વડાપ્રધાન મોદીએ ભગવાન કૃષ્ણનો ઉલ્લેખ કરી કહ્યું કે, અમે યદુવંશીની ધરતીમાંથી આવ્યા છીએ અને ભગવાન કૃષ્ણ અમારા પ્રેરણા સ્ત્રોત છે. જ્યા કૃષ્ણ બિરાજે છે હું તે ધરતી પર આવ્યો છું. અમારી પ્રેરણા માખણ ખાતા બાલ ગોપાળ છે. અમારી પ્રેરણા વાંસળી વગાડતા કનૈયા છે. અમારી પ્રેરણા સુદર્શન ચક્ર ચલાવતા શ્રી કૃષ્ણ પણ છે. જ્યારે જ્યારે જરૂર પડશે ભારતમાં આતંકીઓને રોકવા સુદર્શન ધારી કૃષ્ણના રૂપમાં કાર્યવાહી પણ કરવામાં આવશે. વિકાસનો રસ્તો ચરખાધારી મોહને દેખાડ્યો તો રાષ્ટ્રની સુરક્ષાનો રસ્તો સુદર્શન ધારી શ્રી કૃષ્ણએ દેખાડ્યો છે.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2WM2GTZ
via Latest Gujarati News
0 Comments