
મુંબઇ, તા.17 મે 2019, શુક્રવાર
મુંબઇમાં પશ્ચિમ રેલવેમાં સાત સ્ટેશનો પર પાણી ભરાવાની સમસ્યા થતી હોય છે જેમાં ગ્રાન્ટરોડ, પ્રભાદેવી, દાદર, માટુંગા રોડ- માહિમ યાર્ડ, બાંદ્રા-ખાર, અંધેરી- જોગેશ્વરી, અને વસઇ- વિરાર આ સ્ટેશનોનો સમાવેશ છે.
તેથી ચોમાસા પહેલા પશ્ચિમ રેલવેએ વિરાર- ચર્ચગેટ વચ્ચેના ૫૩ નાળાને સાફ કરવાનું બીડુ ઝડપ્યું છે જેમાંથી ૩૭ નાળાની સફાઇનું કાર્ય પૂર્ણ કરાયું છે અને બાકીના ૧૬ નાળાની સફાઇ ૨૫મી મે સુધીમાં પૂર્ણ કરાશે.
પહેલા તબક્કાનું કાર્ય જૂન અને બીજા તબક્કાનું કાર્ય ઓગસ્ટ સુધી પૂર્ણ કરાશે. પાટાની ઉંચાઇ વધારવાનું કામ વસઇ- વિરાર સ્ટેશને કરાશે. જેમાં ૨૦૦ મિલિમિટર જેટલી ઉંચાઇ વધારવાનું કામ ૨૫મે સુધીમાં પૂર્ણ કરાશે.
તેમજ મુંબઇ સેન્ટ્રલ, મરીન લાઇન્સ, મુંબઇ સેન્ટ્રલ, દાદર, માટુંગા રોડ, માહીમ, બાંદ્રા, અંધેરી, બોરીવલી, નાલાસોપારા અને વિરાર જેવા સ્ટેશનો પર પંપ પણ બેસાડાશે જેનાથી ચોમાસાના પાણી ભરાવાની સમસ્યા ન નડે તેમજ વાહન વ્યવહાર પણ રાબેતા મુજબ દોડી શકે.
from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2LRWidb
via Latest Gujarati News
0 Comments