ઉનાળામાં આકરા તડકાને લીધે પરસેવો વધારે આવે છે. જેનાથી વયસ્કોના શરીરમાં પાણીની જરૂરીયાત આશરે ૫૦૦ મિલિલીટર જેટલી વધી જાય છે. સાથે જ આ સીઝનમાં શરીરની સાથે જ સ્વાસ્થ્યનું પણ ખાસ ધ્યાન રાખવું જોઈએ, થોડી લાપરવાહીથી તમે બીમાર થઇ શકો છો. આ સીઝનમાં લૂ લાગવી એક સામાન્ય બીમારી છે. એ જ રીતે થાક લાગવા અને હીટ સ્ટ્રોકના બનાવો પણ વધારે થાય છે.

વાત એમ છે કે ઉનાળામાં વધારે પરસેવો આવવાથી મૂત્ર અને લાળના રૂપમાં તરલ પદાર્થો તથા ઇલેક્ટ્રોલાઇટસને કુદરતી નુકસાન થાય છે. જેનાથી ડીહાઈડ્રેશન અને ઇલેક્ટ્રોલાઇટસનું તીવ્ર અસંતુલન થઇ શકે છે.
ઉનાળામાં વધારે તડકામાં રહેવાથી, શારીરિક શ્રમ, ઉપવાસ, તીખો ખોરાક કે કેટલીક દવાઓને લીધે તેમજ કેટલાક ચેપને લીધે શરીરમાં નિર્જલીકરણ ગમે ત્યારે થવા લાગે છે. જેને સાદી ભાષામાં સોસ પડવો કહીએ છીએ. આમ થવાથી થાક લાગવો, ચક્કર આવવા, માથામાં દુખાવો, પીળા રંગનો પેશાબ થવો અને ચીડચીડીયાપણું થવા લાગે છે. ઉનાળામાં શરીરને હાઈડ્રેટ રાખવા માટે પૂરતા પ્રમાણમાં પાણી પીવું જોઈએ. આ સીઝનમાં ટાઇફોઇડ, કમળો અને ઝાડા પણ થઇ શકે છે. જેનું મુખ્ય કારણ પૂરતા પ્રમાણમાં પાણી ના પીવું અને ખરાબ ભોજન, દૂષિત પાણી અને ચોખ્ખાઈ ના રાખવી વગેરે છે.
from Health News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2VsD4u0
via Latest Gujarati News
0 Comments