કાશ્મીર ખીણમાં 23મીએ હાઈએલર્ટ વાયુસેનાના બે એરબેઝની સુરક્ષા વધારાઈ


નવી દિલ્હી, તા.17 મે, 2019, શુક્રવાર

જમ્મુ-કાશ્મીરમાં ૨૩મી મેના દિવસે આતંકવાદી હુમલાની શક્યતાના પગલે સુરક્ષાતંત્રને હાઈએલર્ટ કરાયું છે. કાશ્મીર ઘાટીમાં અવંતીપોરા અને શ્રીનગરના વાયુસેનાના એરબેઝની સુરક્ષા બમણી કરવામાં આવી હતી. ગુપ્તચર એજન્સીએ આતંકી હુમલાની ભીતિ વ્યક્ત કરી છે.

જમ્મુ-કાશ્મીરમાં મોટા આતંકવાદી હુમલાની શક્યતાના પગલે તંત્રને હાઈએલર્ટનો આદેશ અપાયો છે. ગુપ્તચર એજન્સીએ ૨૩મીએ હુમલાની ભીતિ વ્યક્ત કરી હતી. ૨૩મીએ લોકસભાની ચૂંટણીનું પરિણામ આવશે અને એ જ દિવસ ઈસ્લામમાં પવિત્ર રમજાનનો ૧૭મો દિવસ છે. ૧૭મા દિવસે મોહમ્મદ પયંગમ્બર સાહેબે જંગ-એ-બદર નામની લડાઈ તેમના વિરોધીએ વિરૃદ્ધ કરી હતી.

૨૩મીનું રાજકીય અને ધાર્મિક મહત્વ ધ્યાનમાં રાખીને સુરક્ષાતંત્રએ કાર્યવાહી શરૃ કરી છે. સુરક્ષાતંત્રને હાઈએલર્ટ કરવાની સાથે સાથે કાશ્મીર ઘાટીમાં સુરક્ષા વધારવામાં આવી છે. અવંતીપોરા અને શ્રીનગરના વાયુસેનાના એરબેઝમાં પણ આતંકવાદી હુમલાની ભીતિ વ્યક્ત થઈ હતી. તે પછી બંને એરબેઝની સુરક્ષા વ્યવસ્થા બમણી કરવામાં આવી છે.

રમજાનના ૧૭મા દિવસનો અગાઉનો અનુભવ તપાસીને સુરક્ષા એજન્સીઓને એલર્ટ કરાઈ છે. અગાઉના વર્ષોમાં પણ આતંકવાદીઓએ રમજાનના ૧૭મા દિવસે કાશ્મીર ઘાટીમાં હુમલાઓ કર્યા હતા અને આ વર્ષે પણ અમુક આતંકી સંગઠનોએ સોશિયલ મીડિયામાં ૧૭મા દિવસે હુમલો કરવાનો દાવો કર્યો હતો.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2Whw9bK
via Latest Gujarati News

Post a Comment

0 Comments