ઉત્તર ભારતના હવામાનમાં પલટો: દિલ્હીમાં સતત ત્રીજા દિવસે પણ વરસાદ,રાજસ્થાનમાં આંધી


(પીટીઆઇ) નવી દિલ્હી, તા.17 મે, 2019, શુક્રવાર

રાષ્ટ્રીય પાટનગર નવી દિલ્હીમાં આજે સતત ત્રીજા દિવસે પણ વરસાદ પડતાં લોકો ખૂબ ખુશ દેખાયા હતા અને તેમને ભારે ગરમીમાં રાહત મળી હતી. 

સફદરજંગ વૈધશાળામાં દિલ્હીમાં સાંજના સાડા પાંચ વાગ્યા સુધીમાં ૨.૪ એમએમ વરસાદ નોંધાયો હતો. પાલમ, લોધી રોડ, રિડગે રોડ અને  અયાનનગરમાં અનુક્રમે ૭.૬,૧.૮ અને ૦.૨ એમએમ વરસાદ નોંધાયો હતો. દિલ્હીમાં લઘુત્તમ તાપમાન ૨૪.૬ ડીગ્રી સેલશિયસ નોંધાયો હતો જે સામાન્ય કરતાં બે ડીગ્રી ઓછો હતો.

હવામાન ખાતાએ આગામી ૨૪ કલાકમાં આકાશ વાદળ છવાયું રહેવાની અને કેટલીક જગ્યાએ હળવો વરસાદ પડવાની આગાહી કરી હતી.તો આ તરફ કર્ણાટકમાં અને ખાસ તો બેંગલુરૃના કેટલાક ભાગમાં બપોર પછી ભારે વરસાદ અને તોફાની હવા ચાલી હતી.લોકોએ એમ.જી.રોડના સેન્ટ્રલ બિઝનેસ ડિસ્ટ્રીક્ટમાં પડે રહેલા વરસાદના ફોટા સોશિયલ મીડિયામાં શેર કર્યા હતા. ટ્વિટર પર પણ કબ્બન પાર્ક અને અન્ય જગ્યાના ફોટા જોવા મળેલા.

ટ્વિટર યુઝરો દ્વારા ભારે પવન અને લોકો તેનાથી બચવા માટે ભાગતા દેખાયા હતા. કેટલાક યુવાનોએ મજાક પણ કરી હતી અને લખ્યું હતું કે હવે બંેગલુરૃ હેઇલ એન્ડ હાર્ટી બન્યું છે, માટે દરેકે સંભાળવું.શહેરમાં લઘુત્તમ તાપમાન ૨૧ ડીગ્રી રહેવાની આશા હતી. ખાનગી હવામાન ખાતુ સ્કાયમેટ અનુસાર, ચોથી જૂને દક્ષિણ ભારતમાં ચોમાસું સક્રિય થશે, પણ વરસાદ સામાન્ય કરતા ઓછો પડશે.

આ તરફ રાજસ્થાનમાં પારો એકદમ નીચે આવતા લોકોને ભારે રાહત થઇ હતી. રાજ્યના કેટલાક ભાગમા ધુળની ડમરીઓ ઉડી હતી અને  હળલો વરસાદ પણ પડયો હતો. કોટામાં આખા રાજ્યની સૌથી વધુ ગરમી નોંધાઇ હતી. લઘુત્તમ તાપમાન ૧૯.૮ અને ૨૫.૬ ડીગ્રી વચચે નોંધાયો હતો.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2JPQMF5
via Latest Gujarati News

Post a Comment

0 Comments