ICICI બેંકમાં વધુ તપાસ ચંદા કોચરે મંજૂર કરેલી 24 લોન શંકાના ઘેરામાં


સૌથી મોટી 2870 કરોડની લોન 26 એપ્રિલ, 2012ના રોજ અપાઇ હતી

છેલ્લી 166.4 કરોડની લોન 28 જૂન, 2017ના રોજ આપવામાં આવી હતી

નવી દિલ્હી, તા.17 મે, 2019, શુક્રવાર

આઇસીઆઇસીઆઇ બેંકના પૂર્વ સીઇઓ અને અને મેનેજિંગ ડાયરેક્ટર ચંદા કોચર અને વીડિયોકોન જૂથ વચ્ચેના સંબધોની તપાસ કરી રહેલ ઇડીએ તપાસનો દાયરો વધાર્યો છે. ઇડી હવે ચંદા કોચરે મંજૂર કરેલી ૭૮૬૨ કરોડ રૃપિયાની કુલ ૨૪ લોનની તપાસ કરી રહી છે. 

ઇડીનું માનવું છે કે ચંદા કોચરના ૨૦૦૯થી ૨૦૧૮ સુધીના કાર્યકાળમાં આ ૨૪ લોન ગેરકાયદેસર મંજૂર કરવામાં આવી હતી.  ઇડી અને સીબીઆઇ બંને વીડિયોકોન જૂથના વડા વેણુગોપાલ ધૂત અને કોચર દ્વારા આઇસીઆઇસીઆઇ બેંક સાથ કરવામાં આવેલી છેતરપિંડીની તપાસ કરી રહી છે. 

ઉલ્લેખનીય છે કે ૨૦૦૯થી ૨૦૧૧ સુધીના ગાળામાં આઇસીઆઇસીઆઇ બેંકે વીડિયોકોન જૂથની કંપનીઓને ૧૮૭૫ કરોડ રૃપિયાની ૬ લોન આપી હતી. 

જો કે ઇડીને તપાસમાં જાણવા મળ્યું છે કે આઇસીઆઇસીઆઇ બેંકે મે, ૨૦૦૯થી જૂન, ૨૦૧૭ સુધીમાં વીડિયોકોન જૂથની કંપનીઓને કુલ ૭૮૬૨ કરોડ રૃપિયાની લોન આપી હતી. જે પૈકી સૌથી મોટી ૨૮૭૦ કરોડ રૃપિયાની લોન ૨૬ એપ્રિલ, ૨૦૧૨ના રોજ આપવામાં આવી હતી. આ પૈકી છેલ્લી લોન ૨૮ જૂન, ૨૦૧૭ના રોજ ૧૬૬.૪ કરોડ રૃપિયાની આપવામાં આવી હતી. 

પદ્મ ભૂષણ એવોર્ડ વિજેતા ચંદા કોચરને ગયા વર્ષે ઓક્ટોબરમાં ગેરવર્તણૂક અને ભ્રષ્ટાચાર આચરવાના આરોપ હેઠળ સીઇઓ પદેથી દૂર કરવામાં આવ્યા હતાં.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2WPpBOl
via Latest Gujarati News

Post a Comment

0 Comments