રાહુલમાં શીખોનું અપમાન કરનારા પોતાના ગુરૂ પિત્રોડાને કાઢી મુકવાની હિમ્મત છે? : જેટલી


નવી દિલ્હી, તા. 10 મે, 2019, શુક્રવાર

ભાજપના નેતા પ્રકાશ જાવડેકરે કહ્યું હતું કે પિત્રોડા એમ કહી રહ્યા છે કે ૧૯૮૪માં શીખ વિરોધી રમખાણો થયા તો શું થયું? પિત્રોડાનું આ નિવેદન અતી આશ્ચર્યજનક છે અને તેને કોઇ પણ કાળે સ્વીકારી ન જ શકાય. સાથે ભાજપે પિત્રોડા અને કોંગ્રેસની માફી માગી હતી.

દિલ્હીમાં ભાજપના પ્રવક્તા તેજિંદર સિંઘ બગ્ગાએ નેશનલ કમિશન ફોર માઇનોરિટી સમક્ષ ફરિયાદ કરી હતી. જ્યારે કેન્દ્રીય પ્રધાન અરુણ જેટલીએ પણ પિત્રોડાના નિવેદનને લઇને કોંગ્રેસને ઘેરી હતી. 

જેટલીએ આ નિવેદનને લઇને રાહુલ ગાંધી પર પણ સવાલોનો મારો ચલાવ્યો હતો, જેટલીએ પૂછ્યું હતું કે શું રાહુલ ગાંધી શીખ વિરોધી રમખાણો અંગે પિત્રોડાએ જે વિવાદિત નિવેદન કર્યું તેની વિરુદ્ધ કાર્યવાહી કરશે?

શું પોતાના ગુરુ પિત્રોડાને રાહુલ પક્ષમાંથી બહાર કરશે? અનેક ટ્વિટ કરીને જેટલીએ જણાવ્યું હતું કે જે પીડિતો ૧૯૮૪માં માર્યા ગયા તેમના પ્રત્યે કોંગ્રેસને કોઇ જ દુ:ખ કે લાગણી નથી, શું રાહુલ ગાંધી પોતાના ગુરુ પિત્રોડાને પક્ષમાંથી બહારનો રસ્તો દેખાડશે?



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2E17QV8
via Latest Gujarati News

Post a Comment

0 Comments