ભારત અને ફ્રાન્સે ભારતીય સમુદ્રમાં સૌથી જંગી સંયુક્ત નૌકા કવાયત કરી


નવી દિલ્હી, તા. 10 મે, 2019, શુક્રવાર

 ભારત અને ફ્રાન્સે વિમાન વાહક જહાજ ચાર્લ્સ દ ગોલે સાથે ભારતીય સમુદ્રમાં અત્યાર સુધીની સૌથી મોટી નૌકા કવાયત કરી બંને દેશો વચ્ચેના લશ્કરી સબંધોને મજબૂત બનાવ્યા હતા. 

જો કે આ કવાયત પર હરિફોની પહેલાં કરતાં વધારે નજર રહી હતી. એશિયન જાયન્ટના નામનો ઉલ્લેખ કર્યા સિવાય, ભારત અને ફ્રાન્સે ચીનના વધતા જતા આર્થિક સામ્રાજ્ય અને તેના ક્ષેત્રિય આધિપત્યના દાવાની અવગણના કરી કવાયત કરી હતી. આના કારણે દક્ષિણ ચીન સમુદ્રમાં ચીનની ચિંતા વધી હતી.

'અમે માનીએ છીએ કે કવાયત દ્વારા અમે વ્યુહાત્મક રીતે મહત્ત્વના આ ક્ષેત્રમા વધુ સ્થિરતા અને શાંતિ લાવી શકીએ છીએ. ખાસ તો આંતરરાષ્ટ્રીય વેપાર માટે'એમ  એક જ વિમાન વાહક સાથે ફ્રેન્ચ કાફલો લઇને આવેલા રિયર એડમિરલ ઓલિવર લેબેસે કહ્યું હતું.બંને દેશોમાંથી  ૧૭મી કવાયતમાં ભાગ લીધો હતો. દરેક દેશમાંથી છ છ સબમરિન અને ૧૨ વિમાન વાહક જહાજો લાવવામાં આવ્યા હતા.

ફ્રન્ચ સત્તાવાળાઓએ કહ્યું હતું કે ૨૦૦૧માં આ વાર્ષિક કવાયત શરૃ કરી ત્યાર પછીથી આ સૌથી મોટી કવાયત છે. તાજેતરમાં રિફિટ કરાયેલા વિમાન વાહકની હાજરી કંઇ નાની સુની વાત નથી.વિમાનવાક જહાજના ૨૬૧ મીટર રનવે પરથી જોરદાર અવાજ સાથે એક પછી એક રફાલ વિમાનો ઉડયા હતા.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2WDiEQi
via Latest Gujarati News

Post a Comment

0 Comments