આ ગામના લોકોને નથી ખબર કોણ છે રાહુલ અને મોદી?

ભોપાલ, તા. 18 મે 2019, શુક્રવાર

ચૂંટણીમાં દરેક પક્ષના નેતાઓ પોતાની સરકાર બનાવવા પ્રચાર-પ્રસાર કરતા હોય છે પરંતુ મધ્ય પ્રદેશના એક ગામને આજની તારીખમાં પણ ખબર નથી કે રાહુલ ગાંધી અને નરેન્દ્ર મોદી કોણ છે.

લોકસભા ચૂંટણીના અંતિમ તબક્કાનું મતદાન થવાનુ છે અને એવામા, મધ્ય પ્રદેશના રતલામ ગામમા લોકોને ખબર નથી કે રાહુલ ગાંધી અને નરેન્દ્ર મોદી કોણ છે. આપને જણાવી દઈએ કે, રતલામ લોકસભા બેઠક વન ક્ષેત્ર કટ્ઠીવાડામાં આવતું એક ગામ છે અને ત્યાંના લોકો ગરીબીમા ઝઝૂમી રહ્યા છે. આ ક્ષેત્રમાં રાહુલ ગાંધી અને નરેન્દ્ર મોદીએ પ્રચાર કર્યો છે પરંતુ રતલામ સુધી પહોંચી શક્યા નથી.

ગામમાં પ્રવેશતાની સાથે 80 જેટલા ઘરો જોવા મળે છે, આ ઘરમાં 300થી 400 લોકો રહે છે. ત્યાંના એક વ્યક્તિએ રાહુલ ગાંધી અને નરેન્દ્ર મોદીનું નામ સાંભળીને કહ્યું કે, આ નામ સાંભળેલુ હોય તેવું લાગે છે પરંતુ હું નથી જાણતો એ કોણ છે. આગળના ઘરમા રહેતા 6 બાળકના પિતાએ પણ એ જ જવાબ આપ્યો કે, નામ સાંભળ્યું હોય તેવું લાગે પણ એ કોઁણ છે એ હું નથી જાણતો.

ભિલાલા સમુદાયમાંથી આવનાર એક વ્યક્તિએ કહ્યું કે 2014ની ચૂંટણીમા હું ઘરેથી દૂર હતો અને જ્યારે ઘરે આવ્યો ત્યારે મને કહેવામા આવ્યું કે, મારો વોટ ફુલ(ભાજપ)ને આપવામાં આવ્યો છે અને 6 મહિના પહેલાની વિધાનસભાની ચૂંટણીમા મારો વોટ હાથ(કોંગ્રેસ)ને આપવામા આવ્યો હતો પરંતુ મને એ પણ ખબર નહોતી. મને કોઈએ એવું કરવા માટે કહ્યું હતું એટલે મે કર્યું. તેઓ હાથ(કોંગ્રેસ) અને ફુલ(ભાજપ)થી વધારે કશું જાણતા નથી.

બીજા એક વ્યક્તિએ જણાવ્યું કે, કોઈ પણ પાર્ટીને વોટ આપવો કે ન આપવો તે એ લોકોની પરંપરા નથી. એમણે કહ્યું કે, ગામના સરપંચ એમની માગ અને ઈચ્છાઓ પૂરી કરે છે. તે લોકો હાથ(કોંગ્રેસ) માટે મતદાન કરશે કારણ કે એમણે તેના દાદા અને પિતાને એવું કરતા જોયા છે. ઉલ્લેખનીય છે કે, મધ્ય પ્રદેશની રતલામ અને સાત અન્ય લોકસભા બેઠકની રવિવારે સાતમા અને અંતિમ તબક્કામા મતદાન છે. 



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/30pNdLD
via Latest Gujarati News

Post a Comment

0 Comments