સાધ્વી પ્રજ્ઞાને BJP પાર્ટીમાંથી બરતરફ કરીને રાજધર્મ નિભાવે: કૈલાશ સત્યાર્થી

નવી દિલ્હી, તા. 18 મે 2019 શનિવાર

ભોપાલથી ભાજપના ઉમેદવાર પ્રજ્ઞા સિંહ ઠાકુરના નથુરામ ગોડસેને દેશભક્ત બનાવનારા નિવેદન પર ટીકા ઓછી થઈ રહી નથી. 

નોબેલ પુરસ્કાર વિજેતા કૈલાશ સત્યાર્થીએ શનિવારે પ્રજ્ઞા સિંહ ઠાકુરના નિવેદનની ટ્વીટ કરીને ટીકા કરી છે. તેમણે ટ્વીટ કરીને કહ્યુ કે પ્રજ્ઞા ઠાકુરે ના માત્ર રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની આત્માની હત્યા કરી પરંતુ શાંતિનો પણ ભંગ કરી રહ્યા છે.

ભાજપ પ્રજ્ઞાને હટાવીને રાજધર્મ નિભાવે કૈલાશ સત્યાર્થીએ ટ્વીટ કરી લખ્યુ કે ગોડસેએ ગાંધીના શરીરની હત્યા કરી હતી, પરંતુ પ્રજ્ઞા જેવા લોકો તેમની આત્માની હત્યાની સાથે, અહિંસા, શાંતિ, સહિષ્ણુતા અને ભારતની આત્માની હત્યા કરી રહ્યા છે. ગાંધી દરેક સત્તા અને રાજનીતિથી ઉપર છે.

ભાજપ નેતૃત્વ નાના ફાયદાનો મોહ છોડીને તેમને તત્કાલ પાર્ટીમાંથી નીકાળીને રાજધર્મ અપનાવે. ઉલ્લેખનીય છે કે ભાજપના ઉચ્ચ નેતૃત્વએ પ્રજ્ઞાના નિવેદનથી કિનારો કરી લીધો હતો. આટલુ જ નહીં પાર્ટીના કેટલાક નેતાઓએ ગોડસેના સમર્થનમાં ટ્વીટ કરી. જેમાં કેન્દ્રીય મંત્રી અનંતકુમાર હેગડે અને ભાજપ સાંસદ નલિન કુમાર કટીલ હતા.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2Vx9wvh
via Latest Gujarati News

Post a Comment

0 Comments