કેદારનાથઃ ગુફામાં ભગવુ વસ્ત્ર લપેટીને ધ્યાનમાં બેઠા પીએમ મોદી

નવી દિલ્હી, તા. 18. મે. 2019 શનિવાર

વડાપ્રધાન મોદી કેદારનાથના મંદિરમાં દર્શન કર્યા બાદ હવે દોઢ કિલોમીટર દુર આવેલી ગુફામાં ભગવુ વસ્ત્ર ઓઢીને ધ્યાનમાં બેઠા છે.

પીએમ મોદી ચૂંટણી પ્રચાર સંપન્ન કર્યા બાદ સવારે જ કેદારનાથ મંદિરમાં દર્શન કરવા માટે પહોંચી ગયા હતા.જ્યાંથી તેઓ નિયત કાર્યક્રમ પ્રમાણે નજીકમાં આવેલી ગુફામાં ધ્યાન કરા જવાના હતા.

મળતી વિગતો પ્રમાણેં મંદિરથી દોઢ કિમી દુર આવેલી ગુફામાં તેઓ ચાલતા જ પહોંચ્યા હતા.એ પછી તેઓ ભગવુ વસ્ત્ર ઓઢીને ધ્યાનમાં બેસી ગયા હતા.

મોદી જે ગુફામાં બેઠા છે તે પાંચ મીટર લાંબી અને ત્રણ મીટર પહોળી છે.તેને તૈયાર કરવામાં લગભગ સાડા આઠ લાખ રુપિયાનો ખર્ચ થયો છે.

તેઓ કલાકો સુધી ગુફામાં ધ્યાનમાં બેસવાના હોવાનુ મનાય છે.એ પછી તેઓ સાંજે કેદારનાથ મંદિરમાં થનારી આરતીમાં ભાગ લેશે.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2VxsJgc
via Latest Gujarati News

Post a Comment

0 Comments