નવી દિલ્હી, તા. 18. મે 2019 શનિવાર
પીએમ મોદી કેદારનાથની યાત્રાએ છે.સવારે પીએમ મોદીએ કેદારનાથ મંદિરમાં 17 મિનિટ સુધી પૂજા કરી હતી.
આ દરમિયાન પીએમ મોદીએ કેદારનાથ મંદિરમાં એક પિત્તળનો ઘંટ પણ અર્પણ કર્યો છે.જેનુ વજન લગભગ એક ક્વિન્ટલ છે.
એવી માન્યતા છે કે જ્યારે કોઈ વ્યક્તિની ઈચ્છા પૂરી થયા ત્યારે તે મંદિરમાં ઘંટની ભેટ ચઢાવે છે.કેટલીક વખત લોકો માનતા માનતી વખતે પણ ઘંટ ભગવાનને અર્પણ કરતા હોય છે.પીએમ મોદીની મનોકામના પુરી થઈ છે કે તેમણે ભોલેનાથ સમક્ષ કોઈ માનતા માની છે તેની પણ અટકળો થઈ રહી છે.
દરમિયાન પીએમ મોદી નજીકમાં આવેલી ધ્યાન ગુફામાં ગયા છે. જ્યાં તેઓ ધ્યાનમાં બેસવાના છે.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2Js9Wlb
via Latest Gujarati News
0 Comments