નવી દિલ્હી, તા. 12 મે 2019, રવિવાર

મધ્યપ્રદેશ ખંડવામાં એક ચૂંટણી સભાને સંબોધત કરતા વડાપ્રધાન  મોદીએ કોંગ્રેસ પર પ્રહાર કર્યાં. તેમણે ભગવા આતંકવાદ મુદ્દાનો ઉલ્લેખ કરી કોંગ્રેસ અને દિગ્વિજયસિંહ પર નિશાન સાધ્યું અને સાથે જ તેમણે  પાકિસ્તાન અને ભોપાલ ગેસ દુર્ઘટના મુદ્દે કોંગ્રેસને ઘેરી.

ભોપલ સીટ પરથી કોંગ્રેસના ઉમેદવાર દિગ્વિજય સિંહને નિશાને લેતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે, તેઓ  ગમે તેટલા હવન કરાવે, કે ગમે તેટલી જનોઇ બતાવે, પોલીસને ભગવા ડ્રેસ સિવડાવી દે, પરંતુ ભગવામાં જે આતંકના દાગ લગાવવાનું તેમણે ષડ્યંત્ર કર્યું છે, તે પાપથી બચી શકશે નહી.

તેમણે કહ્યું કે, પાકિસ્તાનના પોષિત આતંકીઓ જ્યારે અહીં હુમલો કરતા હતા તો તેઓ નિર્દોષ લોકોને જેલમાં નાખી દેતા હતા. હિંદૂ આતંકવાદના નામે આપણી મહાન પરંપરનું અપમાન કરવા માટેનું જે ગંભીર ષડ્યંત્ર આ લોકોએ વોટબેંકની રાજનીતિ કરવા માટે કર્યું છે તેનો જવાબ આજે આ લોકોને મળી રહ્યો છે. 

વડાપ્રધાનને ભોપાલ ગેસ દુર્ઘટનાનો ઉલ્લેખ કરી કહ્યું કે, ભોપાલમાં હજારો લોકોને ઝેરી ગેસના હવાલે કરી દેવામાં આવ્યા, કેટલીટ પેઢીઓને બર્બાદ કરી દેવામાં આવી. આ કાંડના ગુનેગારને સરકારી વિમાનથી ભગાવી દેવામાં આવ્યો તેના પર પણ આ તે જ કહેશે, હુઆ તો  હુઆ.


from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2HnQqmu
via Latest Gujarati News