ભારતની ઇકોનોમીની ગંભીર સ્થિતિ આર્થિક તંત્રની ઉપરા છાપરી ભૂલો



જ્યારે ૨૦૧૪ની લોકસભાનો ચૂંટણી જંગ ચાલતો હતો ત્યારે આર્થિક તંત્ર પર મોદીએ એક અર્થહીન રીમાર્ક કરી હતી. ત્યારે મેં મોદીના આર્થિક નોલેજને ટાંકીને કહ્યું હતું કે મોદીએ કરેલી રીમાર્કને પોસ્ટલ સ્ટેમ્પની પાછળ ચીપકાવી દેવી જોઇએ. જોકે મારી આ કોમેન્ટ અંગે મોદી મને માફ ના કરે એવું પણ બને. જોકે મુદ્દો એ નથી પણ મુદ્દોે છે કે હું સાચો ઠર્યો છું. 

મોદી સરકારના પાંચ વર્ષના અંતે આપણે સરાકરે કરેલી ભૂલોની સમિક્ષા કરવાની જરુર છે. મારી નજરે આ યાદીમાં ટોપમાં આર્થિક તંત્રને મુકી શકાય. તે અંગેના જે કારણો રજુ કરી શકાય તેમાં 

૧..મોદી મેક્રો ઇકોનોમીક્સ સમજી પણ શક્યા નહોતા તે તો ઠીક પણ તેમણે તે સમજવાની કોશિષ પણ નહોતી કરી.

૨..નવી પોલીસીને વેપારી વર્ગ, રોકાણકારો ,ગ્રાહકો તરફથી મળતા પ્રત્યાઘાતોને નાણા પ્રધાન સમજી શક્યા નહોતા.

૩..સરકારે આર્થિક સલાહકારો અને અધિકારીઓ પર ખોટો ભરોસો રાખ્યો હતો.

દેશ અને રાજ્ય ચલાવવામાં ફેર છે..
રાજ્ય સરકાર ચલાવવી અને ભારતની સરકાર ચલાવવી તેમાં ફર્ક છે. જે મુખ્ય પ્રધાન છે તેને એક્સચેન્જ રેટ કે કરંટ ડેેફીસીટ કે અમેરિકા કે ચીન સાથેની ટેરીફ વોર વગેરે મુદ્દે કોઇ ચિંતા કરવાની નથી હોતી. જ્યારે કોઇ રાજ્યના મુખ્ય પ્રધાન તરીકે હોય ત્યારે તેમનું ઇકોનોમીક મેનેજમેન્ટ રાજ્યની આવકનો વહિવટ, ખર્ચા પર અંકુશ રાખવો, રોકાણકારોને ખેંચી લાવવા સાથે સંકળાયેલું હોય છે. ઘણા મુખ્ય પ્રધાનો  પછી ભલે તે ઓછું ભણેલા હોય પણ તેણે રાજ્યને આર્થિક રીતે સધ્ધર બનાવીને પ્રશંશા મેળવી છે.

ભારતની ઇકોનોમીનું સંચાલન એ એક અલગ પીચ પર રમાતી ગેમ કહી શકાય. જ્યારે કોઇ સફળ મુખ્ય પ્રધાનને ક્ેન્દ્રમાં નાણાપ્રધાન તરીકે નિમવામાં આવે ત્યારે તે આઘો પાછો થઇ જાય છે.

બીજી તરફ ડો. મનમોહન સિંહની વાત કરીએ તો તે કોઇ પણ રાજકીય અનુભવ વગર એક સફળ નાણાપ્રધાન તરીકે ઉપસી આવ્યા હતા. તે આર્થિક નિષ્ણાતોના સતત સંપર્કમાં રહેતા હતા અને મેક્રો ઇકોનોમીક્સ પર તેમની જોરદાર પકડ હતી. જો મનમોહનસિંહ ના હોત તો આર્થિક ઉદારીકરણ જેવા પરિવર્તનના પગલાં ના લઇ શકાયા હોત.

એક પછી એક ભૂલ 
જો આર્થિક તંત્રનો હવાલો કોઇ નવા સવાને સોંપવામાં આવે તો તેની અસર પણ પડવાની છે. નોટબંધી એ તેનું ઉત્તમ ઉદાહરણ છે. કોઇ અંડર ગ્રેજ્યુએટ યુવાન પણ નોટબંધી માટેની સલાહ ના આપી શકે. ૮૬ ટકા ચલણ ગેકરાયદે ફરે છે એવી સલાહ કોણ આપે? આ સલાહ પોતે આપી છે એમ નાણા પ્રધાન અરુણ જેટલીએ ક્યારેય જાહેરમાં સ્વીકાર્યું નથી. 

આ નિર્ણય વડા પ્રધાનનો પોતાનો હતો. જોકે વડાપ્રધાન પણ કોઇ જવાબદારી લેવા તૈયાર નથી. મોદી જવાબદારી લે છે પણ તે એ સ્વિકારવા તૈયાર નથી કે નોટબંધીના કારણે આર્થિક તંત્ર ખાડે ગયું કે નાના ઉદ્યોગો મરવા પડયા કે નોકરીઓનો ખાત્મો બોલાયો કે કૃષિ ક્ષેત્રે મંદી આવી ગઇ.

નોટબંધી પછી બીજો એક નિર્ણય લેવાયો જે જીએસટી અંગેનો હતો. માણસ કેવી રીતે પોતાનું આર્થિક બજેટ બનાવે છે તે સમજ્યા વગરજ બજેટ તૈયાર કરાતા હતા. જીએસટીને બરાબર સમજ્યા વગરજ ઉતાવળે લાગુ કરી દેવાયો હતો. નોન પરફોર્મીગ એસેટ (એનપીએ) બાબતે પણ કડક હાથે કામ લેવાયું હતું.જવાબદાર અધિકારીઓને પકડીને વાતાવરણ ડહોળી નખાયું હતું.

હતાશાભર્યું રીપોર્ટ કાર્ડ
નાણા મંત્રાલયના ડીપાર્ટમેન્ટ ઓફ ઇકોનોમીક એફેર્સે પાચ વર્ષનું રીપોર્ટ કાર્ડ તૈયાર કર્યું છે. જો તેમાં નોટબંધી પહેલાના ડેટા હોત તે વધુ આસાન બનત.

આ રીપોર્ટના મુખ્ય અંશો તરફ મારે ધ્યાન દોરવું છે.

..૨૦૧૬-૧૭,૨૦૧૭-૧૮ અને ૨૦૧૮-૧૯ માં જીડીપી ગ્રોથ ૮.૨ પરથી ૭.૨ ટકા નીચે ગયો હતો. ૨૦૧૮-૧૯ ના છેલ્લા ક્વાર્ટરમાં ગ્રોથ ૬.૫ ટકા પર પહોંચ્યો હતો.

...ગ્રોસ ફીશ્કલ ડેફીસીટ ૩.૫ અને ૩.૪ રહી હતી. ૨૦૧૮-૧૯ના છેલ્લા આંકડા પ્રમાણે ટેક્સ કલેક્શન ઘટતાં ડેફીસીટ વધી હશે એમ મનાય છે.

...કેપીટલ એક્સપેન્ડેચર જીડીપીના ૧૫-૧૬માં હતો એટલોજ ૨૦૧૮-૧૯માં જોવા મળ્યો હતો. 

...કરંટ એકાઉન્ટ ડેફીશીટ જીડીપીના ૦.૬ ટકા વધીને ૧.૯ ટકા અને ત્યાંથી ૨.૬ ટકા પર પહોંચી હતી.

...૨૦૧૮-૧૯માં પોર્ટફોલીયો ઇન્વેસ્ટમેન્ટ પણ નેગેટીવ રહ્યું હતું. 

ભાજપના બધા ફાંકા ઉતરી ગયા છે. આર્થિક તંત્ર સાવ ખાડે જશે એવો અમારો ડર સાચો પડયો છે.

ભારતની ઇકોનોમી ગંભીર સ્થિતિમાંથી પસાર થઇ રહી છે. એટલેજ મોદી આર્થિક તંત્ર પરથી બીજે ધ્યાન ખેંચવા માંગે છે. ૧૯મી મેએ જે લોકો મતદાન કરવાના છે તેમણે આ વાત ધ્યાનમાં રાખવી જોઇએ.



from Business plus News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2VW4kFD
via Latest Gujarati News

Post a Comment

0 Comments