
નવી દિલ્હી, તા. 13 મે, 2019, સોમવાર
કોંગ્રેસના વરિષ્ઠ નેતા સલમાન ખુર્શીદે જણાવ્યું છે કે કેટલાક પ્રાદેશિક પક્ષોને ભાજપ કરતા કોંગ્રેસની સામે લડવામાં વધુ રસ છે. ખુર્શીદે જણાવ્યું છે કે આ શક્ય નથી કે ક્ષેત્રીય પક્ષો કોંગ્રેસને નિશાન બનાવતા રહે અને પરિણામ પછી કોંગ્રેસ પાસે સમર્થનની આશા રાખે.
ખુર્શીદે કોઇ પણ પક્ષનું નામ લીધા વગર જણાવ્યું હતું કે ક્ષેત્રીય દળોએ સિંદ્ધાતોના રાજકારણ તરફ વધવુ જોેઇએ. પૂર્વ વિદેશ પ્રધાને કોઇ પણ ક્ષેત્રીય મોરચા કે ભાજપની સરકાર સત્તામાં આવવાની શક્યતાઓને ફગાવી દીધી હતી.
ચૂંટણી પછી તૃણમુલ સાથે ગઠબંધન અંગે ખુર્શીદે જણાવ્યું હતું કે આ અંગે તૃણમુલે જ વિચારવુ જોઇએ. અમે ચૂંટણી અગાઉ સાથ આવવા માટે તમામને આમંત્રણ આપ્યું હતું. ખુર્શીદે જણાવ્યું છે કે એક વાત નક્કી છે કે પ્રાદેશિક પક્ષો એનડીએ સાથે જોડાશે અથવા યુપીએ સાથે. આ અંગેનો નિર્ણય પ્રાદેશિક પક્ષોએ પોતે લેવાનો છે.
કોંગ્રેસ નેતાએ આશા વ્યક્ત કરી હતી કે બસપા, સપા અને તૃણમુલ પરિણામ પછી પનણ ભાજપ વિરોધી વલણ કાયમ રાખશે. આ દરમિયાન મમતા બેનર્જીએ ચંદ્રાબાબુ નાયડુને ૨૧ મેના બદલે પરિણામ પછી વિપક્ષોની બેઠક બોલાવવાનું જણાવતા ૨૧ મેના રોજની પ્રસ્તાવિત વિપક્ષોની બેઠક રદ કરવામાં આવી છે.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2WII92S
via Latest Gujarati News
0 Comments