સવારે પીવો કિશમિશનું પાણી, થશે અનેક લાભ

નાના મોટા દરેકને કિશમિશ ભાવતી હોય છે પરંતુ આપણે તેને રોજેરોજ ખાતા નથી. ખરેખર તો એનું નિયમિત સેવન કરવાથી અનેક બીમારીઓ અજાણતાં જ મટી જાય છે. તેમાં રહેલા અનેક મિનરલ્સ અને વિટામિન રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરે છે.

 

જો તેને પલાળીને કામમાં લેવામાં આવે તો તેના લાભ બમણાં થઇ જાય છે. કિશમિશને રાતે પાણીમાં પલાળીને સવારે એનું પાણી પીવામાં આવે તો લોહી સાફ થાય છે અને લિવર વ્યવસ્થિત કામ કરે છે. બીપીની તકલીફ હોય તેવા લોકોને પણ આ પાણીથી લાભ થાય છે. 


કિશમિશથી આંખ, દાંત અને હાડકાં મજબુત બને છે અને વ્યક્તિનું વજન સંતુલિત રહે છે. ભરપૂર ઉર્જા આપનાર કિશમિશથી નબળાઈ જલદી આવતી નથી.  તેના નિયમિત સેવનથી પાચન સરખુ થાય છે અને પેટ સાફ આવે છે. એટલું જ નહીં રક્તસંચાર યોગ્ય રીતે થવાથી સ્કીન ગ્લો કરવા લાગે છે. 



from Health News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2YOycRU
via Latest Gujarati News

Post a Comment

0 Comments