નવી દિલ્હી, તા. 9 મે 2019, ગુરુવાર
વારાણસી લોકસભા બેઠક પરથી ઉમેદવારી રદ્ કરવા વિરુદ્ઘ બીએસએફના બરખાસ્ત જવાન તેજ બહાદુર યાદવની અરજી સુપ્રીમ કોર્ટે આજે ફગાવી દીધી.
ચીફ જસ્ટીસ રંજન ગોગોઇએ આ કેસની સુનાવણી કરતા કહ્યું કે અમને આ યાચિકાની સુનાવણી કરવાનો કોઇ આધાર નથી જણાતો એટલા માટે અરજી ફગાવવામાં આવે છે. અગાઉ કોર્ટે ચૂંટણી પંચને ગુરુવારે જવાબ આપવાનો નિર્દેશ આપ્યો હતો.
તેજ બહાદુરે વારાણસી બેઠક પરથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ ચૂંટણી લડવા માટે ઉમેદવારી પત્ર ભર્યું હતું. ચૂંટણી પંચે અમુક દસ્તાવેજ ન હોવાનો હવાલો આપીને તેજ બહાદુરનું ઉમેદવારીપત્ર રદ્ કર્યું હતું. ચૂંટણી પંચના આ નિર્ણય વિરુદ્ધ તેજ બહાદુરે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી હતી. અરજીમાં તેમણે ચૂંટણી પંચના નિર્ણયને પક્ષપાતભર્યો અને તર્કહીન ગણાવતા રદ્ કરવાની અપીલ કરી હતી.
from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2WxLRw9
via Latest Gujarati News
0 Comments