કલકત્તા, તા. 9 મે 2019 ગુરુવાર
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પશ્ચિમ બંગાળના બાંકુરામાં જાહેર સભાને સંબોધી રાજ્યના મુખ્યમંત્રી મમતા બેનર્જીને આડે હાથ લીધા હતા. રાજ્યામાં કહેર મચાવી રહેલા ફાની તોફાન અને વડાપ્રધાન ને થપ્પડ મારવાની વાતને મુદ્દો બનાવી મોદીએ મત માગ્યા હતા.
મમતા બેનર્જીને યાદ કરીને મોદીએ કહ્યું કે, દીદી મારા માટે થપ્પડની વાત કરે છે. તે મને વડાપ્રધાન સ્વીકારવા પણ તૈયાર નથી, પરંતુ પાકિસ્તાનના વડાપ્રધાનને પોતાના વડાપ્રદાન માનવામાં ગર્વ અનુભવે છે. સાથે-સાથે મોદીએ બંગાળમાં ‘ચુપચાપ કમલ છાપ ઔર બૂથ-બૂથ સે ટીએમસી સાફ’નો નવો નારો પણ આપ્યો.
નરેન્દ્ર મોદી કહ્યું કે, જ્યારે પશ્ચિમ બંગાળમાં ફાની તોફાન આવ્યું ત્યારે મેં બે વખત દીદીને ફોન કર્યો હતો પરંતુ દીદીને અહંકાર એટલો બધો હતો કે તેમને દેશના વડાપ્રધાન સાથે વાત કરવાની તસ્દી પણ લીધી નહીં. ઉપરાંત ભારત સરકાર બંગાળમાં અધિકારીઓ સાથે મીટિંગ કરવા માગતી હતી પરંતુ દીદીએ તે માટે પણ ના કહીં દીધી.
વડાપ્રધાન મોદીએ જણાવ્યુ કે, હું જ્યારે ટીએમસીના અત્યાચારની વાત કરૂં ત્યારે દીદીને મારા પર લાલચોળ થઇ જાય છે. મને તેમના ગુસ્સાની કોઈ ચિંતા નથી કારણ કે 130 કરોડ ભારતવાસીઓનો પ્રેમ મારી સાથે છે.
ગરીબી પર વાત કરતા મોદીએ કહ્યુ કે તમને સસ્તા ભાવે ચોખા મળે તે માટે દિલ્લીની સરકાર રૂપિયા મોકલાવે છે પરંતુ ટીએમસીની સરકારની સિન્ડિકેટ તેને તમારા સુધી પહોંચવા દેતા નથી. દીદીના દિલમાં ઘુસણખોરી કરનાર લોકો તથા વિદેશી કલાકારો છે.
દીદીના દિલમાં આદિવાસી ભાઈઓ તથા દેશની રક્ષા કરતા જવાનો માટે નામોનિશાન પણ નથી. જ્યારે આપણા જવાનોએ પાકિસ્તાનમાં આતંકવાદીના ઘરમાં ઘુસીને માર્યા ત્યારે આખો દેશ સર્જીકલ સ્ટ્રાઈક દિવસ મનાવતો હતો ત્યારે દીદીએ આતંકીઓની લાશ જોવાની માગ કરી હતી. પશ્ચિમ બંગાળની જનતા દીદીની આ (કુ)ચેષ્ટા ની સજા આપીને રહેશે.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2DWiw7i
via Latest Gujarati News
0 Comments