(પીટીઆઇ) નવી દિલ્હી, તા. ૧૭
ભાજપ નેતાઓ દ્વારા મહાત્મા ગાંધીની હત્યા કરનારા નાથુરામ ગોડસેની પ્રશંસા કરવા મુદ્દે ભાજપને આડે હાથ લેતા કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ જણાવ્યું છે કે ભાજપ, આરએસઅસ 'ગોડ-કે-લવર્સ' નથી પણ 'ગોડ-સે-લવર્સ છે.
ઉલ્લેખનીય છે કે ગઇકાલે ભાજપના ભોપાલ લોકસભા બેઠકના ઉમેદવાર અને માલેગાવ વિસ્ફોટના આરોપી પ્રજ્ઞાાસિંહ ઠાકુરે ગોડસેને દેશભક્ત ગણાવ્યા હતાં. જો કે આ ટિપ્પણી મુદ્દે હોબાળો થતાં ભાજપ નેતોએ માફી માગતા જણાવ્યું હતું કે મને ગાંધીજી પ્રત્યે માન છે અને તેમણે દેશ માટે કરેલા કાર્યોને ભૂલી શકાય તેમ નથી.
આ વિવાદ શાંત પડયો ન હતો ત્યાં ભાજપના કર્ણાટકના સાંસદ નલિનકુમાર કાટીલે ગોડસેની સરખામણી પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધી સાથે કરી હતી. તેમણે ટ્વિટર પર જણાવ્યું હતું કે ગોડ્સેએ એકની હત્યા કરી, કસાબે ૭૨ની હત્યા કરી, રાજીવ ગાંધીએ ૧૭,૦૦૦ને માર્યા તો તમે જ નક્કી કરો કે કોણ વધારે ક્રૂર છે? કેન્દ્રીય પ્રધાન અનંતકુમાર હેગડેએ ગોડસેના કૃત્યને યોગ્ય ગણાવ્યો હતો. જો કે વિવાદ થતા પ્રધાને સ્પષ્ટતા કરી હતી કે તેમનું ટ્વિટર એકાઉન્ટ હેક કરી લેવામાં આવ્યું હતું.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2M1N7qi
via Latest Gujarati News
0 Comments