(પીટીઆઇ) હેગ, તા. ૧૭
અમેરિકા અને યુરોપની પોલીસે ભેગા મળીને એક ઇન્ટરનેશનલ સાયબરક્રાઇમ નેટવર્કનો પર્દાફાશ કર્યો છે કે જેણે રશિયન માલવેર દ્વારા વિશ્વના હજારો લોકો સાથે કુલ દસ કરોડ ડોલર(સાત અબજ રૃપિયા)ની છેતરપિંડી કરી હતી.
યુરોપિયન યુનિયન પોલીસની એજન્સી યુરોપોલે જણાવ્યું છે કે જયોેર્જિયા,મોલડોવા, યુક્રેન અને અમેરિકામાં તપાસ શરૃ કરવામાં આવી છે. અમેરિકામાં ચાર રશિયન આરોપીઓ ફરાર છે.
યુરોપોલે જણાવ્યું છે કે દસ કરોડ ડોલરની છેતરપિંડી પાછળ ગુનાહિત નેટવર્ક કાર્ય કરે છે. તેમણે ૪૧ હજર લોકોને પોતાની જાળમાં ફસાવ્યા હતાં. જર્મની અને બલ્ગેરિયાની પોલીસ પણ તપાસ કરી રહી છે. તેમણે નાણાકીય સંસ્થાઓને પણ નિશાન બનાવી હતી.
સાયબર ગેંગ ગોઝનીમ માલવેર દ્વારા કોમ્પ્યુટરમાંથી ઓનલાઇન બેંકિગ લોગ ઇન ડિટેલ મેળવતી હતી અને પછી એકાઉન્ટમાંથી નાણા કાઢી લેતી હતી.
ચોરી કરેલા નાણા ફરીથી અમેરિકા અને બીજા દેશોના એકાઉન્ટ્સમાં ટ્રાન્સફર કરવામાં આવતા હતાં. ગોઝનીમ ક્રિમિનલ નેટવર્કના કથિત નેતા એલેક્ઝાન્ડર કોનોવોલોવ(૩૫)ની જ્યોર્જિયામાં ધરપકડ કરવામાં આવી છે. તેના એક સહયોગી મરાત કાજંદિજાન(૩૧)ની પણ ધરપકડ કરવામાં આવી છે.
કોનોવોલોવે હેકરની ભરતી કરી હતી જેમણે રશિયન સ્પીકિંગ ઓનલાઇન ક્રિમિનલ ફોરમમાં પોતાની સર્વિસની જાહેરાત આપી હતી. ને તે માલવેરથી અસરગ્રસ્ત થયેલ ૪૧,૦૦૦ પીડિતોના કોમ્પ્યુટરોને પણ કન્ટ્રોલ કરતો હતો.
from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2LQtyBt
via Latest Gujarati News
0 Comments