મહાત્મા ગાંધી સુપરસ્ટાર, મારા જીવનના હીરો : કમલહાસન


(પીટીઆઇ) ચેન્નાઇ, તા.19 મે, 2019, રવિવાર

ભારતનો પ્રથમ ત્રાસવાદી હિંદુ હોવાનું વિધાન કરી વિવાદમાં ઘેરાયેલા અભિનેતા કમલ હાસને મહાત્મા ગાંધીને સુપરસ્ટાર ગણાવ્યા છે.

પોતે ગાંધી અને એમના જીવન વિષે અવારનવાર વાંચ્યા કરતા હોવાનું જણાવીને હાસને એમના જીવનનો પ્રસંગ યાદ કરતા કહ્યું કે ગાંધીજી ટ્રેનમાં પ્રવાસ કરી રહ્યા હતા ત્યારે એમના સ્લીપર ગુમ થઇ ગયા હતા. ગાંધીજી ટ્રેનમાં ઊભેલા ટોળાનું અભિવાદન ઝીલતા ઝીલતા હાથ હલાવી રહ્યા હતા ત્યારે આમ બન્યું હતું. આ પછી એમણે એમનો બીજો સ્લીપર પણ ટ્રેનની બહાર ફેંકી દીધો હતો : ''આખી જોડી કોઇને કામ લાગશે..'' એમ ગાંધીજીએ કહ્યું હતું.

કમલહાસને આ પ્રસંગ ડાયરેકટર આર પાથિબાનની ફિલ્મ ઓટ્ટહા સેરૃપ્યુ' ના કાર્યક્રમમાં ંકહ્યો હતો. ઓટ્ટહા સેરૃપ્પુ' નો અર્થ 'એક (સિંગલ) ચપ્પલ' એવો થાય છે.

હાસને ગાંધીજીના ચંપલ વિષે વધુ વાતો કરતા એમની ફિલ્મ 'હે રામ' માટે ગાંધીજી વિષે કરાયેલા સંશોધનની વાતો કરી હતી. ગાંધીજીને જાણ થઇ હતી કે એમના ચશ્મા અને સ્લીપર ભાગદોડમાં ખોવાઇ ગયા હતા.

''આથી મેં એક દ્રશ્ય ઉભું કર્યું જેમાં સાકેતરામ (કમલહાસન દ્વારા ફિલ્મમાં ભજવાતું પાત્ર) ગાંધીજીના સ્લીપર લે છે અને એમના મૃત્યુ સુધી એને સાચવ્યા, એમ કમલે કહ્યું.

ગોડસેને આઝાદ દેશના પ્રથમ હિંદુ ત્રાસવાદી હોવાનું જણાવતા થયેલા વિવાદ વિષે હાસને કહ્યું કે તેઓ ખલનાયકને નાયક તરીકે સ્વીકારી શકે નહિ. તેઓ પોતાના નાયકને બદલી શકે નહિ.

મદુરાઇ પાસે થિરૃપ્પારાનકુન્ડ્રમ પાસે પ્રચાર દરમિયાન એમના પર ફેંકાયેલા જૂતાંના સંદર્ભે હાસને કહ્યું કે એનાથી જૂતાં ફેંકનારનું અપમાન થયું છે.

ગાંધીજીને પોતાના નાયક ગણાવતા હાસને જણાવ્યું કે હું મારા નાયકને બદલી શકું નહિ. ખલનાયકને નાયક તરીકે સ્વીકારી શકું નહિ.એમણે આ કથનના સંદભાર્થે કોઇનો ઉલ્લેખ કર્યો ન હોતો. જો કે દેખીતો સંદર્ભ ગોડસેનો હોવાનું જણાયું હતું.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2HtcxJr
via Latest Gujarati News

Post a Comment

0 Comments