ભારતની ગૌશાળામાં ગાયો ઉંચો તણાવ અનુભવે છે : સંશોધન


હૈદરાબાદ, તા.19 મે, 2019, રવિવાર

દેશમાં આવેલી વિવિધ ગૌશાળામાં ગાયો યોગ્ય જગ્યાનો અભાવ, વધતી ઉંમર, ગંદકી, માંદગી વગેરેના કારણે ઉંચા તણાવનો અનુભવ કરે છે.  હૈદરાબાદમાં કરવામાં આવેલા એક સંશોધનમાં આ વાત સામે આવી છે. 

દેશની ૫૪ ગૌશાળાની ૧૧ વર્ષથી વધુ ઉંમરની અને દૂધ ન આપતી ૫૪૯ ગાયોના વાળના નમુના પર કરવામાં આવેલા વિશ્લેષણના આધારે આ વાત કરવામાં આવી છે. આ બધી જ ગાયોમાં કૉર્ટિસોલ (સ્ટેરાયડ  હોર્મોન)નું પ્રમાણ વધારે મળ્યુ હતું. સંશોધકોએ વાળ, તેમા રહેલા હોર્મોન અને ગૌશાળામાં ગાયોની સ્થિતિના આધારે આ સંશોધન કર્યુ છે. કૉર્ટિસોલ નામનો લિપિડ આધારિત હોર્મોન શારિરીક તણાવની સ્થિતિમાં મુક્ત થાય છે. વિશેષ સંવેદનશીલ ગ્રંથીઓને કારણે આ હોર્મોન વાળમાં જમાં થાય છે. 

સેન્ટર ફોર સેલ્યુલર એન્ડ મોલેક્યુલર બાયોલોજી (હૈદરાબાદ)ના ડો.જી ઉમાપતિ અને ડો. વિનોદ કુમાર, હિમાચલ પ્રદેશ વેટરનિટી યુનિવર્સિટીના ડો. અરવિંદ શર્મા અને ઓસ્ટ્રેલિયાના ક્વીંસલેન્ડ વિશ્વ વિદ્યાલયના પ્રો. ક્લાઇવ દ્વારા આ સંશોધન કરવામાં આવ્યુ છે. સંશોધન બાદ ભારતમાં પશુપાલનમાં તેમજ આવી ગૌશાળામાં સુધાર અને સુવિધાઓમાં ફેરફારની આવશ્યકતા બતાવવામાં આવી છે. ભારત જેવા પશુપાલક દેશમાં આ સુધારાઓ ખુબ જરૂરી છે.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2YFRngR
via Latest Gujarati News

Post a Comment

0 Comments