
(પીટીઆઇ) નવીદિલ્હી, તા.19 મે, 2019, રવિવાર
એન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટ (ઇડી)એ ગઇ તા.૧૦ માર્ચે લોકસભા ચૂંટણીની જાહેરાત પછી રૂા.૩૪૪૯.૧૨ કરોડના રોકડ, નશીલા દ્રવ્યો અને કીંમતી ધાતુઓ જપ્ત કર્યા છે.
ચૂંટણી પંચે આજે અત્રે આમ જણાવીને ઉમેર્યું કે ૨૦૧૪ની લોકસભા ચૂંટણી વેળા જે મૂલ્યના રોકડ, નશીલા દ્રવ્યો અને કીંમતી ધાતુઓ ઝડપાયા હતા એના કરતા આ વખતે ઝડપાયેલી વસ્તુઓની કિંમત ત્રણ ગણી છે.
૨૦૧૪ની ચૂંટણી વેળા એકંદરે રૂા.૧૨૦૬ કરોડના મુદ્દામાલની જપ્તી થઇ હતી, એમ ચૂંટણી પંચમાં મહાનિદેશક (ચૂંટણી ખર્ચ) તરીકે ફરજ બજાવતા દિલીપ શર્માએ પત્રકારોને જણાવ્યું.
૧૦ માર્ચ અને ૧૯ મે વચ્ચે રૂા.૮૩૯.૦૩ કરોડની રોકડ, રૂા.૨૯૪.૪૧ કરોડનો શરાબ, રૂા.૧૨૭૦.૩૭ કરોડના નશીલા દ્રવ્યો, રૂા.૯૮૬.૭૬ કરોડની સોના સહિતની કીમતી ધાતુઓ, તેમજ રૂા.૫૮.૫૬ કરોડના સાડીઓ, કાંડા ઘડિયાળ વગેરે ઝડપાયા છે. આ ચીજોનો ઉપયોગ મતદારોને લાલચરૂપે આપવામાં અને બદલામાં ગેરકાયદે મત મેળવવામાં થયો હોત, એમ શર્માએ ઉમેર્યું.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2WdUleP
via Latest Gujarati News
0 Comments