
(પીટીઆઇ) વોશિંગ્ટન, તા.19 મે, 2019, રવિવાર
અમેરિકમાં ૯.૮ કરોડની છેતરપીંડી કરવાના કેસમાં ભારતીય મૂળની એક વ્યક્તિ સામે આરોપ મૂકાયો હતો, એમ જસ્ટિસ ડીપાર્ટમેન્ટે કહ્યું હતું.અગાઉ પ્યુર્ટો રિકોમાં રહેતા ટેક્સસાના ગોપાલ ક્રિષ્ણ પાઇ સામે ખોટી માહિતી અને બેનામી મરચન્ટ ખાતા ખોલી સ્ટ્રો કંપનીઓ અને અન્ય કંપનીઓના ક્રેડિટ કાર્ડ પ્રોસેસ અને ઇલેક્ટ્રોનિક પેમેન્ટ કરી નાણાકીય લાભ લેવાનો આરોપ હતો.
ઓનલાઇન રિટેલ સેલ્સમાં ગ્રોસ મૂલ્યમાં ૯.૮ કરોડ ડોલરની પ્રોસેસ કરવા એક સો કંપનીઓ શરૂ કરી તેનો ઉપયોગ કરવામાં સંડોવણી દર્શાવી તેઓ લોકોને છેતરતા હતા. ષડયંત્રના એક ભાગરૂપે પાઇએ મે મહિનામાં પ્યોર્ટો રિકોમાં સ્થાપયેલી અને ત્યાંના જ એક્સપોર્ટ સર્વિસીસ એક્ટ હેઠળ નોંધાયેલી મર્યાદિત જવાબદારીના લાભ લેવા માટેની એફ-૯ એડવર્ટાઇઝિંગ એલએલસી (એફ૯)કંપની ઊભી કરી હતી .
એફ૯ ઇન્ટરનેટને ઉપયોગ કરી નેગેટિવ ઓપશન માર્કેટીંગ ઓપશન ચામડીના ક્રિમ સહિત પુરૂષોના કેર પ્રોડક્ટનું વેચાણ કરતી હતી.નેગેટિવ ઓપશન માર્કેટેંગી વાણીજ્ય વ્યવહારનો એક પ્રકાર છે જેમાં વેચનાર કોઇ ગ્રાહકના સકારાત્મક એકશન લેવાની નિષ્ફળતાનો ભાવાર્થ કરે છે. તેમા ઓફર સ્વિકારવાની હોય અથવા તો કરારને રદ કરવાનું હોય છે. એટલે કે માલ અથવા સેવા માટે ચાર્જ લેવાની અનુમતી હોય છે.
પાઇએ એક સો ઉપરાંત લાયેબલીટી (સ્ટ્રો કંપનીઓ)કંપનીઓ ઊભી કરી હતી, દરેક સ્ટ્રો કંપની માટે ઇન્ટરનેટ રેવેન્યુ સર્વિસમાંથી એમ્પ્લોયર આઇડી નંબર લીધા હતા અને દરેક સ્ટ્રો કંપની માટે પોતાના જ તાબાના બેંક ખાતા પણ ખોલાવ્યા હતા.ત્યાર પછી ઓનલાઇન સેલ્સ પ્રક્રિયા કરવા મરચન્ટ ખાતા ખોલાવતો અને મરચન્ટ પ્રોસેસર્સને બનાવટી દસ્તાવેજો સુપ્રત કરતો હતો. એમાં પોતાની ઓળખ છુપાવતો હતો.
from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2WhbO64
via Latest Gujarati News
0 Comments