
(પીટીઆઇ) નવી દિલ્હી, તા. 9 મે, 2019, ગુરૂવાર
સીબીઆઇએ બેંક ઓફ ઇન્ડિયા સાથે ૮૨.૫૫ કરોડ રૃપિયાની કથિત છેતરપિંડી કરીને ફરાર થઇ ગયેલા હીરાના વેપારી જતીન મહેતા, વિનસમ ડાયમંડ એન્ડ જવેલરી તથા જોર્ડનના નાગરિક હાથયમ સલમાન અલી ઓબેદાની વિરુદ્ધ નવેસરથી કેસ દાખલ કર્યો છે.
સીબીઆઇના અધિકારીઓ જણાવ્યા અનુસાર એજન્સીએ વિનસમ ડાયમંડ એન્ડ જ્વેલરી, કંપનીના તત્કાલીન ડાયરેક્ટર મહેતા, જોર્ડનના નાગરિક ઓબૈદા, ફોરએવર ડાયમંડ અને બેંક ઓફ ઇન્ડિયાના અજાણ્યા અધિકારીઓ સામે કેસ દાખલ કર્યો છે. સૂત્રોના જણાવ્યા જતીન મહેતા દેશ છોડીને ભાગી ગયો ત્યારે આ કેસ સપાટી પર આવ્યો હતો અને હાલમાં તે કેરેબિયનના કોઇ દ્વીપમાં રહી રહ્યો છે.
એજન્સીએ અત્યાર સુધીમા મહેતા વિરુદ્ધ બેંક છેતરપિંડી સાથે સંકળાયેલ કુલ છ એફઆઇઆર દાખલ કરી છે. બેંક ઓફ ઇન્ડિયાએ જાન્યુઆરી, ૨૦૧૩માં જતીન મહેતાની કંપનીને ૯૫ કરોડ રૃપિયાની કાર્યશીલ મૂડી ફાળવી હતી.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2JpCtaa
via Latest Gujarati News
0 Comments