નરેન્દ્ર મોદી જેવા કાયર અને નબળા વડાપ્રધાન હજુ સુધી જોયા નથી : પ્રિયંકા ગાંધી


(પીટીઆઇ) પ્રતાપગઢ(યુપી), તા. 9 મે, 2019, ગુરૂવાર

વડાપ્રધાન મોદીને નિશાન બનાવવાનું ચાલુ રાખતા કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી વાડ્રાએ જણાવ્યું છે કે મેં નરેન્દ્ર મોદી જેવા કાયર અને નબળા વડાપ્રધાન હજુ સુધી જોયા નથી. 

પ્રતાપગઢમાં એેક ચૂંટણી રેલીમાં પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદીની જોરદાર ટીકા કરી હતી. ઉલ્લેખનીય છે કે એક દિવસ અગાઉ મોદીએ પ્રિયંકાના પિતા અને પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીને નિશાન બનાવતા જણાવ્યું હતું કે તે યુદ્ધજહાજ આઇએનએસ વિરાટનો ઉપયોગ પર્સનલ ટેક્સી તરીકે ફેમિલી હોલિડે માટે કરતા હતાં.

વડાપ્રધાન મોદી બે કરોડ રોજગારીનું સર્જન અને ખેડૂતોની આવક બમણી કરવાના વચનો પૂર્ણ કરવા અંગે લોકોના પ્રશ્રોના જવાબ આપી રહ્યાં નથી. 

લોકશાહીમાં લોકો જ સર્વોપરી હોય છે. મોટી કંપનીઓ અને ટીવી શોને જોરે સફળ વડાપ્રધાન બની શકાતું નથી. રાજકીય નેતામાં લોકોને સાંભળવાની અને તેમની સમસ્યા દૂર કરવાની શક્તિ હોવી જોઇએ. કેન્દ્રની ભાજપ સરકારે ઉદ્યોગપતિઓની કરોડો રૃપિયાની લોન માફ કરી દીધી છે જ્યારે રાહુલ ગાંધી ખેડૂતોની લોન માફ કરવાની માગ કરે છે તો સરકાર જણાવે છે કે તેમની પાસે નાણા નથી. 

ખેડૂતોને કૃષિ વીમાના નાણા ક્યારેય આપવામાં આવ્યા નથી. જ્યારે સમગ્ર દેશના ખેડૂતો દિલ્હીમાં ભેગા થયા ત્યારે તેમણે વડાપ્રધાન મોદી પાસે પાંચ મિનિટનો સમય માગ્યો હતો પણ વડાપ્રધાને તેમને મળવાનો ઇનકાર કરી દીધો હતો. પોતાના મત વિસ્તાર વારાણસીના લોકો માટે પણ વડાપ્રધાન મોદીએ પૂરતો સમય ફાળવ્યો નથી. ઉત્તર પ્રદેશમાં પ્રતાપગઢ સહિત ૧૪ બેઠકો પર છઠ્ઠા તબક્કા હેઠળ ૧૨ મેના રોજ ચૂંટણી થશે. 



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2JbvySD
via Latest Gujarati News

Post a Comment

0 Comments