મુંબઈ, તા. 09 મે, 2019, ગુરૂવાર
અમેરિકા અને ચાઈના વચ્ચેની ટ્રેડ વાટાઘાટ નિષ્ફળ નીવડતાં હવે અમેરિકા દ્વારા ચાઈનાની ૨૦૦ અબજ ડોલરની આયાતો પર ૨૫ ટકા ટેરિફ શુક્રવારથી લાગુ કરવાની તૈયારીના આંકરાં પ્રત્યાઘાત વૈશ્વિક બજારો પર સતત ચોથા દિવસે પડી આજે ભારતીય શેર બજારોમાં ફંડોએ અફડાતફડીના અંતે શેરોમાં સાર્વત્રિક ઓફલોડિંગ ચાલુ રાખ્યું હતું. અમેરિકા-ચાઈનાની નેગેટીવ અસર સાથે વૈશ્વિક અર્થતંત્ર પણ ફરી મોટી મંદી તરફ ધકેલાઈ રહ્યાના આર્થિક આંકડા અને ઘર આંગણે લોકસભા ચૂંટણીમાં પાંચ તબક્કાના મતદાન બાદ કોઈપણ પક્ષને સ્પષ્ટ બહુમતી નહીં મળવાના સંકેત સાથે ત્રીજો મોરચો ચૂંટણી બાદ સક્રિય બનવાના એંધાણની પણ નેગેટીવ અસરે ભારતીય શેર બજારોમાં ફોરેન ફંડોએ ગઈકાલે મોટી વેચવાલી કર્યા બાદ આજે વેચવાલી વધારી હતી. રૂપિયા સામે અમેરિકી ડોલર સતત મજબૂત બનતો રહીને આજે ૨૩ પૈસા વધીને રૂ.૬૯.૯૩ થઈ ગયો હતો. ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવ સાંકડી વધઘટે અથડાતાં રહીને આજે સાંજે બ્રેન્ટ ક્રુડ ઓઈલ બેરલ દીઠ પાંચ સેન્ટ ઘટીને રૂ.૭૦.૩૨ ડોલર અને નાયમેક્ષ ક્રુડ ૨૩ સેન્ટ ઘટીને ૬૧.૮૯ ડોલર નજીક રહ્યા હતા. મેટલ-માઈનીંગ, રિલાયન્સ સહિતના ઓઈલ-ગેસ શેરોમાં સતત વેચવાલી સાથે બેંકિંગ શેરોમાં નરમાઈએ સેન્સેક્સ અફડાતફડીના અંતે ૨૩૦.૨૨ પોઈન્ટ ઘટીને ૩૭૫૫૮.૯૧ અને નિફટી સ્પોટ ૫૭.૬૫ પોઈન્ટ ઘટીને ૧૧,૩૦૧.૮૦ બંધ રહ્યા હતા. એફઆઈઆઈ-એફપીઆઈ દ્વારા ભારતને સેલ પર મૂકી દઈ બે દિવસમાં કેશ અને ફયુચર્સમાં મળીને કુલ રૂ.૬૫૦૦ કરોડ જેટલી જંગી ચોખ્ખી વેચવાલી થઈ હતી. ગઈકાલે-બુધવારે કેશમાં રૂ.૭૦૧ કરોડ અને ફયુચર્સમાં રૂ.૨૦૮૫ કરોડ મળીને રૂ.૨૭૮૬ કરોડની કુલ ચોખ્ખી વેચવાલી કર્યા બાદ આજે કેશમાં રૂ.૬૫૫ કરોડ અને ફયુચર્સમાં રૂ.૩૦૨૦ કરોડની જંગી ચોખ્ખી વેચવાલી કરી છે.
રિલાયન્સમાં મોટા ઓફલોડિંગે સેન્સેક્સ અફડાતફડીના અંતે ૨૩૦ પોઈન્ટ તૂટીને ૩૭૫૫૯
ટ્રેડીંગની શરૂઆત આજે સાવચેતીએ થઈ હતી. સેન્સેક્સ આગલા બંધ૩૭૭૮૯.૧૩ સામે ૩૭૭૪૭.૯૧ મથાળે ખુલીને આરંભમાં બેંકિંગ-ફાઈનાન્સ પસંદગીના શેરોમાં લેવાલીમાં યશ બેંક, બજાજ ફાઈનાન્સ, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા સાથે આઈટી શેરોમાં ટીસીએસ, ઈન્ફોસીસ તેમ જ ઓટો શેરો હીરો મોટોકોર્પ, બજાજ ઓટો, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, ટાટા મોટર્સ સહિતમાં લેવાલીએ એક સમયે વધીને ૩૭૭૮૦.૪૬ સુધી પહોંચ્યો હતો. જે વધ્યામથાળેથી ફંડોની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ સહિતના ઓઈલ-ગેસ શેરોમાં મોટી વેચવાલી થતાં અને મેટલ-માઈનીંગ શેરોમાં કોલ ઈન્ડિયા, વેદાન્તા, ટાટા સ્ટીલ સાથે પાવર-કેપિટલ ગુડઝ શેરોમાં એનટીપીસી, પાવર ગ્રીડ કોર્પ, લાર્સન એન્ડ ટુબ્રો સહિતામં વેચવાલી થતાં અને ભારતી એરટેલ, એશીયન પેઈન્ટસ, કોટક મહિન્દ્રા બેંક, એચડીએફસી લિમિટેડ, એચડીએફસી બેંક, એક્સીસ બેંક, ઈન્ડસન્ડ બેંકમાં વેચવાલીએ સુધારો ધોવાઈ જઈ સેન્સેક્સ તૂટીને નીચામાં ૩૭૪૦૫.૪૦ સુધી આવી ગયો હતો. જે ઘટયામથાળેથી પાછો ફરીને ફરી રિકવર થઈને ઉપરમાં ૩૭૭૪૦ નજીક આવ્યો હતો. જે ફરી તૂટતો જઈને અંતે ૨૩૦ .૨૨ પોઈન્ટ ઘટીને ૩૭૫૫૮.૯૧ બંધ રહ્યો હતો.
નિફટી સ્પોટ આરંભિક મજબૂતીમાં ૧૧૩૫૭ સુધી જઈ પાછો ફરી ૧૧૨૫૫ સુધી પટકાઈ અંતે ૫૮ પોઈન્ટ ઘટીને ૧૧૩૦૨
એનએસઈનો નિફટી સ્પોટ આગલા બંધ ૧૧૩૫૯.૪૫ સામે ૧૧૩૨૨.૪૦ મથાળે ખુલીને આરંભમાં મજબૂતીમાં ઝી, બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં યશ બેંક, બજાજ ફિનસર્વ, બજાજ ફાઈનાન્સ, ઈન્ડિયાબુલ્સ હાઉસીંગ ફાઈનાન્સ, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયામાં લેવાલી અને ઓટો શેરોમાં હીરો મોટોકોર્પ, બજાજ ઓટો, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, ટાટા મોટર્સ સાથે ટાઈટન, ટેક મહિન્દ્રા, ટીસીએસ, ઈન્ફોસીસ, એચસીએલ ટેકનોલોજી, હિન્દુસ્તાન યુનિલિવર, બ્રિટાનીયા સહિતમાં આકર્ષણે અને ડો.રેડ્ડીઝ લેબોરેટરીઝ, ઓએનજીસી, આઈશર મોટર્સ સહિતમાં આકર્ષણે એક તબક્કે વધીને ૧૧૩૫૭.૬૦ સુધી પહોંચ્યો હતો. જે વધ્યામથાળેથી પાછો ફરીને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, બીપીસીએલ, આઈઓસી સહિતના ઓઈલ-ગેસ શેરોમાં ઓફલોડિંગ થતાં અને કોલ ઈન્ડિયા, ટાટા સ્ટીલ, વેદાન્તા,જેએસડબબલ્યુ સ્ટીલ, હિન્દાલ્કો સહિતના મેટલ-માઈનીંગ શેરોમાં વેચવાલી થતાં અને ભારતી એરટેલ, એશીયન પેઈન્ટસ, અદાણી પોર્ટસ, પાવર ગ્રીડ કોર્પ, લાર્સન તેમ જ એચડીએફસી લિમિટેડ, કોટક બેંક, એચડીએફસી બેંક, ઈન્ડસઈન્ડ બેંક સહિતમાં વેચવાલીએ સુધારો ધોવાઈને નીચામાં ૧૧૨૫૫.૦૫ સુધી આવી ગયો હતો. જે ફરી ઘટયામથાળેથી વધીને ઉપરમાં ૧૧૩૪૭ નજીક પહોંચીને ફરી ઘટાડા તરફી થઈ જઈ અંતે ૫૭.૬૫ પોઈન્ટ ઘટીને ૧૧૩૦૧.૮૦ બંધ રહ્યો હતો.
નિફટી મે ફયુચર ૧૧૪૧૮ થી ઘટીને ૧૧૩૪૨ : બેંક નિફટી મે ફયુચર ૨૯૧૪૫ થી ઘટીને ૨૮,૯૯૦
ડેરિવેટીવ્ઝમાં નિફટી બેઝડ આજે ફંડોએ અફડાતફડી બોલાવીને અંતે મંદીનો વેપાર વધાર્યો હતો. નિફટી મે ફયુચર ૧,૪૪,૫૮૯ કોન્ટ્રેકટસમાં રૂ.૧૨,૩૦૭.૨૧ કરોડના કામકાજે ૧૧,૪૧૮.૬૦ સામે ૧૧,૩૭૮.૫૦ મથાળે ખુલીને ઉપરમાં ૧૧,૩૯૭.૪૦ થઈ પાછો ફરીને નીચામાં ૧૧,૨૯૧.૧૦ સુધી પટકાઈ અંતે ૧૧,૩૪૨.૫૦ રહ્યો હતો. બેંક નિફટી મે ફયુચર ૧,૩૧,૫૦૬ કોન્ટ્રેકટસમાં રૂ.૭૬૩૫.૦૬ કરોડના કામકાજે ૨૯,૧૪૫.૭૦ સામે ૨૯,૦૩૦ મથાળે ખુલીને ઉપરમાં ૨૯૧૫૩.૯૫ થઈ પાછો ફરીને નીચામાં ૨૮,૯૦૨ સુધી ઘટી આવી અંતે ૨૮,૯૯૦ રહ્યો હતો. નિફટી ૧૬,મે ૨૦૧૯ના એક્સપાઈરીના વિવિધ કોલ-પુટ ઓપ્શન્સમાં નિફટી ૧૧,૪૦૦નો કોલ ૧,૧૧,૫૨૯ કોન્ટ્રેકટસમાં રૂ.૯૫૮૭.૪૫ કરોડના કામકાજે ૫૦.૪૫ સામે ૭૫ મથાળે ખુલીને નીચામાં ૫૨.૩૦ થઈ વધીને ૧૩૩ સુધી પહોંચી અંતે ૯૬.૨૦ રહ્યો હતો.
નિફટી ૧૧,૨૦૦નો પુટ ૩૮.૩૫ થી વધીને ૫૨ : નિફટી ૧૧,૫૦૦નો કોલ ૫૬.૩૫ થી ઘટીને ૩૩.૯૦
નિફટી ૧૬,મે એક્સપાઈરીને વિવિધ કોલ-પુટ ઓપ્શન્સમાં ૧૧,૨૦૦નો પુટ ૩૮.૩૫ સામે ૫૨.૨૦ મથાળે ખુલીને નીચામાં ૩૪.૦૫ થઈ વધીને ૬૪.૯૦ સુધી જઈ અંતે ૫૨રહ્યો હતો. નિફટી ૧૧,૫૦૦નો કોલ ૫૬.૩૫ સામે ૨૯.૬૦ મથાળે ખુલીને ઉપરમાં ૪૮.૯૫ થઈ ઘટીને ૨૩.૧૫ સધી આવી અંતે ૩૩.૯૦ રહ્યો હતો. નિફટી ૧૧,૬૦૦નો કોલ ૩૧.૧૫ સ ામે ૨૫.૭૫ મથાળે ખુલીને નીચામાં ૧૧.૨૦ સુધી ઘટી અંતે ૧૫.૫૦ રહ્યો હતો.
રિલાયન્સમાં ફંડોના ઓફલોડિંગે રૂ.૪૪ તૂટીને રૂ.૧૨૫૫ : બીપીસીએલ, ઓઈલ ઈન્ડિયા, આઈઓસી, એચપીસીએલ ઘટયા
ઓઈલ-ગેસ શેરોમાં આજે ફંડોની સતત વેચવાલી રહી હતી. ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવ સાંકડી વધઘટે અથડાતાં રહીને આજે સાંજે બ્રેન્ટ ક્રુડ ઓઈલ બેરલ દીઠ પાંચ સેન્ટ ઘટીને રૂ.૭૦.૩૨ ડોલર અને નાયમેક્ષ ક્રુડ ૨૩ સેન્ટ ઘટીને ૬૧.૮૯ ડોલર નજીક રહ્યા હતા. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ રૂ.૪૪.૩૦ ઘટીને રૂ.૧૨૫૫.૧૫, બીપીસીએલ રૂ.૯.૦૫ ઘટીને રૂ.૩૬૮.૨૫, કેસ્ટ્રોલ ઈન્ડિયા રૂ.૩.૨૦ ઘટીને રૂ.૧૪૬.૫૫, એચપીસીએલ રૂ.૫ ઘટીને રૂ.૨૭૭.૨૦, ઓઈલ ઈન્ડિયા રૂ.૨ ઘટીને રૂ.૧૭૬.૬૦, આઈઓસી રૂ.૧.૬૦ ઘટીને રૂ.૧૫૦.૫૫ રહ્યા હતા.
ચાઈના પર ૨૫ ટકા ટેરિફ : મેટલ-માઈનીંગ શેરોમાં જિન્દાલ સ્ટીલ, કોલ ઈન્ડિયા, સેઈલ, વેદાન્તા, હિન્દાલ્કો ઘટયા
અમેરિકા અને ચાઈના વચ્ચેની ટ્રેડ વાટાઘાટ પડી ભાંગતાં હવે શુક્રવારથી ચાઈનાની ૨૦૦ અબજ ડોલરની આયાતો પર અમેરિકા દ્વાર ૨૫ ટકા ટેરિફ લાગુ કરવાની તૈયારીએ આજે સતત મેટલ શેરોમાં ફંડોની વેચવાલી રહી હતી. જિન્દાલ સ્ટીલ રૂ.૬.૯૫ ઘટીને રૂ.૧૬૩.૦૫, કોલ ઈન્ડિયા રૂ.૬.૩૦ ઘટીને રૂ.૨૪૨.૬૦, સેઈલ રૂ.૫૨.૦૫, જેએસડબલ્યુ સ્ટીલ રૂ.૪.૨૦ ઘટીને રૂ.૨૮૫.૧૫, હિન્દુસ્તાન ઝિંક રૂ.૩.૭૦ ઘટીને રૂ.૨૬૨.૨૫, વેદાન્તા રૂ.૨.૦૫ ઘટીને રૂ.૧૫૭.૨૫, હિન્દાલ્કો રૂ.૨.૪૦ ઘટીને રૂ.૧૯૮.૨૦, ટાટા સ્ટીલ રૂ.૪.૫૫ ઘટીને રૂ.૫૧૮.૯૫ રહ્યા હતા.
ડોલર ૨૩ પૈસા વધીને રૂ.૬૯.૯૪ : આઈટી શેરોમાં ફંડોની લેવાલી : ટીસીએસ, ઈન્ફોસીસ, એચસીએલ, ટેક મહિન્દ્રા વધ્યા
રૂપિયા સામે અમેરિકી ડોલર સતત વધતો રહીને આજે ૨૩ પૈસા વધીને રૂ.૬૯.૯૪ થઈ જવા સાથે આઈટી કંપની એચસીએલ ટેકનોલોજીના ત્રિમાસિક પરિણામ જાહેર થતાં આઈટી શેરોમાં પસંદગીનું આકર્ષણ રહ્યું હતું. ટેક મહિન્દ્રા રૂ.૭.૧૫ વધીને રૂ.૮૦૯.૫૦, ઓરેકલ ફિનસર્વ રૂ.૨૭.૨૦ વધીને રૂ.૩૪૫૫.૩૦, ટીસીએસ રૂ.૧૬.૦૫ વધીને રૂ.૨૧૬૮.૭૦, ઈન્ફોસીસ રૂ.૨.૯૫ વધીને રૂ.૭૨૧.૦૫ રહ્યા હતા.
બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં મિશ્ર ટ્રેન્ડ : યશ બેંક, સિટી યુનિયન બેંક, સ્ટેટ બેંક વધ્યા : એચડીએફસી શેરોમાં નરમાઈ
બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં આજે ફંડોએ આજે પસંદગીની લેવાલી કર્યા સામે પસંદગીના શેરોમાં વેચવાલી રહી હતી. યશ બેંક રૂ.૯.૫૫ વધીને રૂ.૧૭૦.૩૦, સિટી યુનિયન બેંક રૂ.૨.૧૫ વધીને રૂ.૧૯૯.૨૫, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા રૂ.૧.૧૫ વધીને રૂ.૨૯૯.૨૫ રહ્યા હતા. ફેડરલ બેંક રૂ.૧.૨૫ ઘટીને રૂ.૯૭.૨૫, કોટક બેંક રૂ.૧૪.૩૦ ઘટીને રૂ.૧૩૮૯.૨૫, એચડીએફસી બેંક રૂ.૧૭.૪૫ ઘટીને રૂ.૨૨૯૧.૨૦, એચડીએફસી લિમિટેડ રૂ.૧૬.૩૦ ઘટીને રૂ.૧૯૧૫.૬૫, એક્સીસ બેંક રૂ.૫.૫૦ ઘટીને રૂ.૭૩૦, ઈન્ડસઈન્ડ બેંક રૂ.૧૦.૯૫ ઘટીને રૂ.૧૪૭૬.૬૫, જે એન્ડ કે બેંક રૂ.૧.૭૫ ઘટીને રૂ.૫૨.૯૦, જેએમ ફાઈનાન્શિયલ રૂ.૨.૧૫ ઘટીને રૂ.૮૧.૮૫ રહ્યા હતા.
સ્મોલ, મિડ કેપ શેરોમાં સતત ધોવાણ : ૧૪૩૭ શેરો નેગેટીવ બંધ : ૧૯૧ શરોમાં મંદીની સર્કિટ
સ્મોલ, મિડ કેપ, રોકડાના શેરોમાં આજે ફંડો, ખેલંદાઓની સતત વેચવાલી રહી હતી. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૨૬૨૩ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૪૩૭ અને વધનારની સંખ્યા ૧૦૩૪ રહી હતી. ૧૯૧ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૯૦ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
FIIની ફયુચર્સમાં રૂ.૩૦૨૦ કરોડ, કેશમાં રૂ.૬૫૫ કરોડની ચોખ્ખી વેચવાલી : DIIની રૂ.૬૭૮ કરોડની ચોખ્ખી ખરીદી
એફઆઈઆઈ-વિદેશી સંસ્થાકીય રોકાણકારો, ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરોની આજે-ગુરૂવારે કેશમાં વધુ રૂ.૬૫૫.૩૬ કરોડના શેરોની ચોખ્ખી વેચવાલી થઈ હતી. કુલ રૂ.૫૦૮૮.૦૩ કરોડની ખરીદી સામે કુલ રૂ.૫૭૪૩.૩૯ કરોડની વેચવાલી થઈ હતી. એફઆઈઆઈની આજે ફયુચર્સમાં વધુ રૂ.૩૦૨૦.૧૩ કરોડની જંગી ચોખ્ખી વેચવાલી થઈ હતી. જેમાં ઈન્ડેક્સ ફયુચર્સમાં રૂ.૨૦૬૮.૩૬ કરોડ અને સ્ટોક ફયુચર્સમાં રૂ.૯૫૧.૭૭ કરોડની ચોખ્ખી વેચવાલી થઈ હતી. જ્યારે ડીઆઈઆઈ-સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની આજે કેશમાં રૂ.૬૭૭.૯૧ કરોડની ચોખ્ખી ખરીદી થઈ હતી. કુલ રૂ.૩૧૫૯.૮૮ કરોડની ખરીદી સામે કુલ રૂ.૨૪૮૧.૯૭ કરોડની વેચવાલી થઈ હતી.
રોકાણકારોની સંપતિ-માર્કેટ કેપિટલાઈઝેશનમાં વધુ રૂ.૫૭ હજાર કરોડનું ધોવાણ :
શેરોમાં મે મહિનામાં સતત ફંડોના ઓફલોડિંગના પરિણામે આજે બીએસઈમાં લિસ્ટેડ કુલ કંપનીઓના શેરોમાં રોકાણકારોની સંપતિ-એકત્રિત માર્કેટ કેપિટલાઈઝેશનમાં વધુ રૂ.૫૭ હજાર કરોડનું ધોવાણ થયું હતું. બુધવારે ગઈકાલે માર્કેટ કેપિટલાઈઝેશન રૂ.૧૪૭.૪૭ લાખ કરોડ હતું એ આજે ઘટીને રૂ.૧૪૬.૯ લાખ કરોડ રહી ગયું હતું. માર્કેટ કેપિટલાઈઝેશન જે ૩,મે ૨૦૧૯ના રૂ.૧૫૨.૦૯ લાખ કરોડ હતું, એ પાંચ ટ્રેડીંગ દિવસમાં રૂ.૫.૧૯ લાખ કરોડ ઘટીને રૂ.૧૪૬.૯૦ લાખ કરોડ આવી ગયું છે.
from Business News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2PUfVzD
via Latest Gujarati News
0 Comments