કપાસિયા તેલ તથા ખોળના ભાવમાં ફૂંકાયેલો તેજીનો પવન

મુંબઈ, તા. 09  મે, 2019, ગુરૂવાર

મુંબઈ તેલ-બિયાં બજારમાં આજે નવી માગ પાંખી હતી, વેપારો છૂટાછવાયા હતા. વિશ્વ બજારના સમાચાર નિરુત્સાહી  હતા. ચીન તથા અમેરિકા વચ્ચે મતભેદો વધતાં વિશ્વ બજારમાંભાવ પર નરમાઈની અસર વર્તાઈ રહ્યાના વાવડ હતા. 

મુંબઈ હાજર બજારમાં  ૧૦ કિલોના ભાવ પામતેલના હવાલા રિસેલના  રૂ.૫૯૫ વાળા રૂ.૫૯૪ જ્યારે જેએનપીટીના  ભાવ રૂ.૫૯૨ હતા. નવી માગ પાંખી હતી. ક્રૂડ પામ ઓઈલ સીપીઓ કંડલાના  ભાવ રૂ.૫૧૯ વાળા ૫૧૮ હતા. વાયદા બજારમાં સીપીઓ વાયદાના ભાવ રૂ.૫૨૨.૬૦ તથા રૂ.૫૧૮.૧૦ વચ્ચે અથડાઈ સાંજે ભાવ રૂ.૫૧૯.૮૦  બોલાયા હતા.

મુંબઈ હાજર બજારમાં આજે  સિંગતેલના ભાવ વધતા અટકી ૧૦ કિલોના રૂ.૧૦૫૦ના મથાળે અથડાતા હતા. રાજકોટ બાજુ ભાવ રૂ.૧૦૨૫ તથા ૧૫ કિલોના રૂ.૧૬૪૦ હતા.  કોટન વોશ્ડના ભાવ રૂ.૭૦૦થી ૭૦૩ વાળા વધુ ઉછળી રૂ.૭૧૦  બોલાઈ રહ્યાના સમાચાર હતા. મુંબઈ બજારમાં કપાસિયા તેલના  ભાવ રૂ.૭૪૬ વાળા વધુવધી રૂ.૭૫૦ હતા. 

દેશમાં રૂનો નવો પાક ઓછો આવવાનો અંદાજ વહેતો થતાં  કપાસિયા તેલ તથા કપાસિયાનાભાવ ઉંચા બોલાતા થયાનું  બજારે જણાવ્યું હતું.  મુંબઈ ખોળ બજારમાં આજે  કપાસિયા ખોળના ભાવ ટનના રૂ.૨૯૨૦૦ વાળા૨૯૩૦૦   હતા. સોયાખોળના  ભાવ ૩૨૫૫૫થી ૩૨૫૬૦  વાળા વધી રૂ.૩૨૮૭૦બોલાયા હતા. એરંડા ખોળના  ભાવ રૂ.૬૦૦૦ બોલાયા હતા.  સનફલાવર ખોળના ભાવ રૂ.૨૩૫૦૦ વાળા આજે રૂ.૨૩૦૦૦ રહ્યાનું બજારે જણાવ્યું હતું.

મુંબઈ બજારમાં  સનફલાવરના ભાવ રૂ.૭૦૦ તથા રિફા.ના ૭૫૫ હતા.  સોયાતેલના ભાવ  ડિગમના રૂ.૬૮૨ વાળા ૬૮૫ તથા રિફા.ના ૭૨૨ હતા.  મસ્ટર્ડના ભાવ રૂ.૭૫૦ વાળા ૭૬૦ હતા.  કોપેરલના ભાવ રૂ.૧૧૮૦ના મથાળે ૧૦ કિલોદીઠ અથડાતા હતા. મુંબઈ  દિવેલના હાજરભાવ  રૂ.૬ ઉછળી કોમર્શિયલના રૂ.૧૧૭૫, એફએસજીના  રૂ.૧૧૮૫  તથા એફએસજી કંડલાના રૂ.૧૧૬૫ હતા.

જ્યારે મુંબઈ હાજર એરંડાના ભાવ રૂ.૫૬૯૫વાળા રૂ.૫૭૨૫ બોલાતા   હતા. મગફળીની  આવકો ગોંડલ બાજુ સવારે પાંચ હજાર ગુણીની તથા રાજકોટ  બાજુ આશરે   ૪૫૦૦ ગુણીની  નોંધાઈ હતી તથા મથકોએ મગફળીના હાજર ભાવ ૨૦ કિલોના   જાતવાર રૂ.૮૫૦થી ૮૭૫તથા ઉંચામાં ભાવ  રૂ.૯૭૦થી ૯૮૦ રહ્યાના નિર્દેશો  હતા.




from Business News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2vNqNWH
via Latest Gujarati News

Post a Comment

0 Comments