હિન્દુ દેવી દેવતાઓના ફોટાવાળી ટોયલેટ સીટ વેચાણમાં મુકનાર એમેઝોન સામે રોષ

નવી દિલ્હી, તા.17 મે 2019, શુક્રવાર

ઓનલાઈન શોપિંગ કંપની એમેઝોન ફરી એક વખત હિન્દુઓની ધાર્મિક લાગણીને દુભાવીને વિવાદમાં સપડાઈ છે.

કંપનીએ હિન્દુ દેવી દેવતાઓના ફોટાવાળી ટોયલેટ સીટને વેચાણ માટે મુકયા બાદ ભારે હોબાળો મચી ગયો છે. જેની સામે જોત જોતામાં 24000 જેટલા ટ્વિટ થયા છે. આ બાબતે સુષ્મા સ્વરાજનુ પણ કેટલાક યુઝર્સે ધ્યાન દોર્યુ છે.

દરમિયાન કંપનીના પ્રવકતાને ટાંકીને એક ન્યૂઝ એજન્સીએ કહ્યુ છે કે, જે પ્રોડક્ટને લઈને સવાલો ઉભા થયા છે તેને સ્ટોર પરથી હટાવવામાં આવી રહી છે. દરેક વિક્રેતાએ એમેઝોનના નિયમોનુ પાલન કરવુ પડશે નહીતર તેમને સાઈટ પર વેચાણ નહી કરવા દેવાય.

આ પહેલા કેનડામાં ડોરમેટ પર ભારતનો ઝંડો દર્શાવવા બદલ પણ એમેઝોન વિવાદમાં આવી હતી. સુષ્મા સ્વરાજે તે સમયે એણેઝોનને ચેતવણી પણ આપી હતી અને એમેઝોનના અધિકારીઓને વિઝા નહી આપવાની પણ ચીમકી આપી હતી.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2Jv9Edp
via Latest Gujarati News

Post a Comment

0 Comments