નાથૂરામ ગોડસે માટે માફી માંગવાની જરુર નથીઃ મોદી સરકારના મંત્રી

 નવી દિલ્હી, તા.17 મે 2019, શુક્રવાર

ભોપાલ લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર સાધ્વી પ્રજ્ઞા ઠાકુરે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના હત્યારા નાથૂરામ ગોડસેને દેશભક્ત બતાવતા હંગામો મચ્યો છે ત્યારે મોદી સરકારના મંત્રી અંનત હેગડે બળતામાં ઘી હોમ્યુ છે.

અનંત હેગડેએ ટ્વિટ કર્યુ હતુ કે, ખુશ છું કે, સાત દાયકા બાદ નવી પેઢી આજે નાથુરામ ગોડસેના મુદ્દા પર ચર્ચા કરી રહી છે. જે સાંભળીને નાથૂરામ ગોડસેને સારુ લાગી રહ્યુ હશે. માફી માંગવાની જગ્યાએ હવે આગળ વધવાની જરુર છે.

જોકે આ ટ્વિટનો પણ ભારે વિરોધ થવા લાગતા અનંત હેગડેએ કહ્યુ હતુ કે, મારુ ટ્વિટ એકાઉન્ટ કોઈએ હેક કરીને ટ્વિટ મુક્યા છે.

હેગડેએ બાદમાં આ ટ્વિટ ડીલીટ કરીને ખેદ વ્યક્ત કર્યો હતો.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2W7oyMM
via Latest Gujarati News

Post a Comment

0 Comments