કલકત્તા, તા.17 મે 2019, શુક્રવાર
પશ્ચિમ બંગાળના કોલકાતામાં ભાજપ પ્રમુખ અમિત શાહના રોડ શો પર કરવામાં આવેલા હુમલાના પ્રત્યાઘાત હજી તો શમ્યા નથી ત્યાં તો ભાજપના વધુ એક દિગ્ગજ નેતા પર હુમલો કરવામાં આવ્યો છે.
ગુરુવારની રાતે મમતા બેનરજીની પાર્ટી ટીએમસીના કાર્યકરોએ ભાજપના નેતા મુકુલ રોયની ગાડી પર હુમલો કર્યો હતો. કોલકાતાને અડીને આવેલા ડમડમ લોકસભા વિસ્તારમાં નાગર બજારમાં રાતે 11 વાગ્યે મુકુલ રોયની ગાડીની તોડફોડ કરવામાં આવી હતી.
ભાજપે આ ઘટના અંગે ટીએમસીના કાર્યકરોને જવાબદાર ઠેરવ્યા છે ત્યારે ટીએમસીએ હાથ ખંખેરી નાંખીને કહ્યુ છે કે, આ ઘટના સાથે પાર્ટી સમર્થકોને કોઈ લેવા દેવા નથી. ઉલટાનુ ટીએમસીએ આરોપ લગાવ્યો છે કે, ભાજપના નેતા રુપિયા વહેંચવા માટે ગયા હતા.
આ ઘટના બાદ સ્થળ પર કેન્દ્રીય સુરક્ષાદળોએ તોડફોડ કરનારાઓને અટકમાં લીધા હતા.
જણાવી દઈએ કે, મુકુલ રોય એક સમયે ટીએમસીમાં જ હતા અને હવે તેમણે મમતાનો સાથ છોડીને ભાજપમાં જોડાયા છે.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/30pkpmq
via Latest Gujarati News
0 Comments