નવી દિલ્હી, તા.17 મે 2019, શુક્રવાર
કોંગ્રેસના વરિષ્ઠ નેતા ગુલામનબી આઝાદે ગઈકાલે કહ્યુ હતુ કે, કેન્દ્રમાં એનડીએ સરકાર સત્તા પર ના આવે તે માટે કોંગ્રેસ PM પદનો ત્યાગ કરી શકે છે.
જોકે હવે એક જ દિવસમાં આઝાદે પોતાના નિવેદનથી પલટી મારી છે. આઝાદે કહ્યુ છે કે, કોંગ્રેસ પાર્ટી PM પદ માટે દાવેદારી નહીં રજૂ કરે તે વાત ખોટી છે. કોંગ્રેસ દેશની સૌથી જૂની રાજકીય પાર્ટી છે અને જો 5 વર્ષ સરકાર ચલાવવી હોય તો સ્વાભાવિક છે કે, સૌથી મોટી પાર્ટીને જ PM પદ મળવુ જોઈએ.
આઝાદના ગઈકાલના નિવેદનથી રાજકીય મોરચે હલચલ મચી હતી. જેમાં આઝાદે કહ્યું હતુ કે, કોંગ્રેસનો એક માત્ર ઉદ્દેશ એનડીએને કેન્દ્રમાં સરકાર બનાવતા રોકવાનો છે. અમે સર્વસંમતિથી લેવાયેલા નિર્ણયને ટેકો આપીશું. કોંગ્રેસને જ્યાં સુધી PM પદ ઓફર નથી કરાતુ ત્યાં સુધી કશું નહીં કહે.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/30pmNtz
via Latest Gujarati News
0 Comments