વર્લ્ડકપમાં ૫૦૦ રનના સ્કોર થઈ શકે : ઈંગ્લેન્ડના ક્રિકેટ બોર્ડે ચાહકો માટેના સ્કોરકાર્ડ ફરી છપાવ્યા

લંડન, તા.૧૬

આગામી વર્લ્ડકપમાં કોઈ ટીમ ૫૦૦ રનનો જંગી સ્કોર ખડકશે તેવી આશા ઈંગ્લેન્ડના ક્રિકેટ બોર્ડને છે. તાજેતરમાં ઈંગ્લેન્ડ અને પાકિસ્તાનની સિરીઝમાં જે પ્રકારે હાઈસ્કોરિંગ મુકાબલા જોવા મળી રહ્યા છે, તે જોતાં વર્લ્ડકપમાં ૫૦૦ રનનો સ્કોર થઈ શકે છે અને આ સંભાવનાને ધ્યાનમાં આવતા જ ઈંગ્લેન્ડના ક્રિકેટ બોર્ડને ચાહકો માટેના ખાસ સ્કોરકાર્ડ નવેસરથી છપાવવા પડયા છે, જેમાં એક ઈનિંગમાં મહત્તમ ૫૦૦ રનની મર્યાદા રાખવામાં આવી છે. 

વન ડે ક્રિકેટમાં હાઈએસ્ટ સ્કોર છ વિકેટે ૪૮૧ રનનો છે, જે ઈંગ્લેન્ડે જ ઓસ્ટ્રેલિયા સામે ગ વર્ષે ટ્રેન્ટબ્રિજમાં જ ખડક્યો હતો. હવે જો ઈંગ્લેન્ડમાં વાતાવરણ સૂર્યપ્રકાશવાળું રહે તો વ્હાઈટબોલને વધુ સ્વિંગ નહી મળે અને આ કારણે બેટ્સમેનો નવા સિમાચિહ્નો સર કરી શકે તેમ છે. ઈંગ્લેન્ડમાં સ્ટેડિયમોમાં ક્રિકેટ ચાહકો માટે ખાસ સ્કોરકાર્ડ મળતા હોય છે.

ક્રિકેટ મેચમાં હાજરી આપતાં ચાહકો આ વા સ્કોરકાર્ડ ખરીદીને મેચ જોવા પહોંચે છે અને તેમાં ઈનિંગ દીઠ આપેલા રન પર ટિકમાર્ક કરતાં હોય છે. વર્લ્ડકપ માટે આ વખતે ઈંગ્લેન્ડના બોર્ડે ક્રિકેટ ચાહકો માટે તૈયાર કરાવેલા સ્કોરકાર્ડમાં માત્ર ૪૦૦ જ રન પ્રીન્ટ કરવામાં આવ્યા હતા,જેના કારણે મેચ નિહાળીને સ્કોર ટિકમાર્ક કરતા પરંપરાગત ચાહકોને મુશ્કેલી પડે તેમ હતુ. આ સંભાવના જોતા ઈંગ્લેન્ડે હવે ચાહકો માટેના સ્કોરકાર્ડને નવેસરથી છપાવ્યા છે, જેમાં રનના ખાનામાં વધારો કરીને તેને ૫૦૦ સુધી લઈ જવામાં આવ્યા છે. 

ઈંગ્લેન્ડના બોર્ડના ચીફ એક્ઝિક્યુટીવ ટોમ હેરિસને કહ્યું કે, ઈંગ્લેન્ડે પાકિસ્તાન સામે ૩૫૮ રનના ટાર્ગેટને ચેઝ કરીને જીત મેળવી તેના પરથી લાગે છે કે, આગામી વર્લ્ડકપમાં ૫૦૦ રનનો સ્કોર પણ શક્ય છે અને આ કારણે અમારે ચાહકો માટેના સ્કોરકાર્ડ્ઝ ફરી વખત છપાવવા પડયા છે. 



from Sports News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2HnmU1m
via Latest Gujarati News

Post a Comment

0 Comments