(પીટીઆઇ) લખનઉ, તા. ૨૩
ઉત્તર પ્રદેશમાં ભાજપ અને તેના સહયોગી પક્ષોને કુલ ૬૧ બેઠકો પર વિજય મેળવ્યો છે. જ્યારે સપા-બસપાના મહાગઠબંધનને કુલ ૧૮ બેઠકો મળી છે. જ્યારે યુપીએને એક બેઠક મળી છે. પક્ષવાર પરિણામ જોઇએ તો ભાજપને સૌથી વધુ ૫૯ તેના સહયોગી પક્ષ અપના દળને બે, સપાને ૬, બસપાને ૧૨ અને કોંગ્રેસને એક બેઠક મળી છે.
વડાપ્રધાન મોદી વારાણસી બેઠક પરથી ૪,૭૯,૫૦૫ મતોથી જીતી ગયા છે. તેમણે સપાના શાલિની યાદવને હરાવ્યા છે.
મોદીને ૬,૭૪,૬૬૪ મતો જ્યારે શાલિની યાદવને ૧,૯૫,૧૫૯ મતો અને કોંગ્રેસના ઉમેદવાર અજય રાયને ૧,૫૨,૫૪૮ મતો મળ્યા છે.
૨૦૧૪ની ચૂંટણીમાં મોદીએ ૩,૭૧,૭૮૪ મતોથી વારાણસી બેઠક ઉપરથી જ જીત્યા હતાં. તે વખતે તેમની સામે આપના સંયોજક અરવિંદ કેજરીવાલ ઉભા રહ્યાં હતાં.
અન્ય એક મોટા ઉલટ ફેરમાં ભાજપના નેતા અને કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઇરાનીએ અમેઠીમાં કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીને હરાવી દીધા છે.
જો કે રાયબરેલી બેઠક પર યુપીએ અધ્યક્ષ સોનિયા ગાંધી જીતી ગયા છે. તેઓ ૧,૬૭,૦૦૦ મતોથી જીતી ગયા છે.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2W0ys3u
via Latest Gujarati News
0 Comments