લોકસભામાં ડાબેરી પક્ષોની સતત ઘટી રહેલી બેઠકો ઃ છ દાયકાનો સૌથી ખરાબ દેખાવ


(પીટીઆઇ) નવી દિલ્હી, તા. ૨૩

વર્તમાન લોકસભા ચૂંટણીમાં ડાબેરી પક્ષોનો છેલ્લા છ દાયકાનો સૌથી ખરાબ દેખાવ જોવા મળ્યો છે. છેલ્લે મળેલી માહિતી મુજબ ડાબેરી પક્ષો ફક્ત છ બેઠકો પર વિજયી બને તેવી શક્યતા છે. 

છ દાયકાના સૌૈથી ખરાબ દેખાવનો સ્વીકાર કરતા ડાબેરી પક્ષોએ જણાવ્યું છે કે પક્ષના માળખામાં મોટા પાયે ફેરફાર કરવાની જરૃર છે. ડાબેરીઓએ જણાવ્યું છે કે માળખામાં ફેરફારની સાથે પક્ષના ચૂંટણી રાજકારણ પ્રત્યેના વલણને પણ બદલવાની જરૃર છે. 

૧૯૫૨ પછી આ પ્રથમ લોકસભા ચૂંટણી છે જે જેમાં ડાબેરી પક્ષોની બેઠકો ડબલ ડિજિટ સુધી પણ પહોંચી શકી નથી. 

૨૦૧૪ની ચૂંટણીમાં ડાબેરી પક્ષોને ૧૨ બેઠકો મળી હતી. ૨૦૦૯માં ડાબેરીઓને ૨૪ બેઠકો મળી હતી. ૨૦૦૪ની ચૂંટણીમાં ડાબેરીઓને અત્યાર સુધીની સૌથી વધુ ૫૯ બેઠકો મળી હતી. 

સીપીઆઇ(એમ) કેરળની એલાપ્પુઝા અને રેવોેલ્યુશનરી સોશિયાલિસ્ટ પાર્ટી(આરએસપી) કેરળની કોલ્લામ બેઠક પર આગળ ચાલી રહી છે. 

૨૦૧૪ની ચૂંટણીમાં ડાબેરી પક્ષોએ કેરળમાં પાંચ બેઠકો જીતી હતી. ૨૦૧૪માં ડાબેરીઓએ પશ્ચિમ બંગાળમાં બે બેઠકો જીતી હતી. જ્યારે આ વખતે પશ્ચિમ બંગાળમાં તેને એક પણ બેઠક મળી નથી. 



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2HTbilP
via Latest Gujarati News

Post a Comment

0 Comments