
(પીટીઆઇ) ભોપાલ, તા.23 મે, 2019, ગુરૂવાર
કેટલીક વિવાદાસ્પદ ટિપ્પણીઓને કારણે વિવાદમાં રહેલા ભોપાલના ભાજપના ઉમેદવાર સાધ્વી પ્રજ્ઞાસિંહ ઠાકુરે પોતાની જીત અંગે ખુશી વ્યકત કરી છે. ઉલ્લેખનીય છે કે પોતાની વિવાદાસ્પદ ટિપ્પણીના પ્રાયાશ્ચિત રૂપે પ્રજ્ઞાએ છેલ્લા ૬૩ કલાકથી મૌન ધારણ કર્યુ હતું
તેમણે પોતાના નજીકના હરીફ અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા દિગ્વિજય સિંહને હાર આપી છે. પોતાના ઘરે પત્રકારો સાથેની વાતચીતમાં ઠાકુરે ચૂંટણી પરિણામ અંગે આનંદ વ્યક્ત કર્યો હતો.
૨૦૦૮ના માલેગાવ વિસ્ફોટના આરોપી પ્રજ્ઞા ઠાકુરે પોતાની વિવાદાસ્પદ ટિપ્પણી બદલ સોમવારે માફી માગી હતી અને પશ્ચાતાપ રૂપે મૌન વ્રત રાખવાની જાહેરાત કરી હતી
ઉલ્લેખનીય છે કે પ્રજ્ઞા ઠાકુરે ગયા સપ્તાહમાં મહાત્મા ગાંધીના હત્યારા નાથુરામ ગોડસેને દેશભક્ત ગણાવી વિવાદ ઉભો કર્યો હતો. જે અંગે કોંગ્રેસે જણાવ્યું હતું કે શહીદોનું અપમાન કરવું ભાજપના ડીએનએમાં છે.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2HOtRY5
via Latest Gujarati News
0 Comments