ઉનાળામાં ડુંગળીનો રસ પીવાથી તમારી ઘણી શારીરિક તકલીફો દૂર થઇ શકે છે. ડુંગળી તમને લૂથી બચાવવાની સાથે અનેક રોગો અને તકલીફો પણ મટાડે છે. તેમાં એન્ટી ઓક્સીડન્ટની સાથે સાથે કેલ્શિયમ, મેગ્નેશિયમ, આયરન, કોપર અને ફોસ્ફરસ વગેરે પૂરતા પ્રમાણમાં હોય છે. જો તમને વાળને લગતી કોઈ તકલીફ હોય તો ડુંગળીનો રસ સ્કાલ્પમાં લગાવવાથી લાભ થશે.
શરદી-સળેખમમાં લાભ
શરદી સળેખમમાં ડુંગળીનો રસ લો. તેનાથી શ્વાસ નળીમાં બેક્ટેરિયા અને કફનો નાશ થાય છે.
વાળને ખરતાં અટકાવે
વાળમાં ડુંગળીનો રસ લગાવવાથી વાળ ખરતાં અટકશે. ડુંગળીનો રસ સ્કાલ્પમાં લગાવવાથી ખોડો દૂર થાય છે અને જૂ ની તકલીફમાં પણ રાહત થાય છે.
પેટની તકલીફ મટશે
ડુંગળીના રસમાં ફાઈબર ભરપૂર પ્રમાણમાં હોય છે. જે આંતરડામાં રહેલાં બેક્ટેરિયાનો નાશ કરવા માટે જરૂરી છે. ડુંગળીનો રસ પેટની ઘણી તકલીફો મટાડવામાં ફાયદાકારક છે.
from Health News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2VCFgnA
via Latest Gujarati News
0 Comments