સ્ત્રીઓને ડાયાબિટીઝથી થતાં મૃત્યુનું જોખમ વધારે

આજકાલ લોકો ડાયાબિટીસને (Diabetes) કોમન બીમારી ગણવા લાગ્યાં છે. નવાઈની વાત તો એ છે કે આ બીમારીથી પીડાતા લોકોની સંખ્યામાં રોજેરોજ વધારો થઇ રહ્યો છે. તેમાંય હવે જે રિસર્ચ સામે આવ્યું છે તે બહુ ચોંકાવનારું છે. આ સ્ટડીમાં કહેવાયું છે કે મહિલાઓને ડાયાબિટીસથી થતાં મૃત્યુનું જોખમ વધારે હોય છે. 


અગત્યની વાત એ છે કે આ સ્ટડીમાં સામે આવ્યું છે કે ડાયાબિટીસના સૌથી વધારે પેશન્ટ ભારત અને ચીનમાં છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન કહે છે કે હાલ ભારતમાં ૬ કરોડ ૨૦ લાખ લોકો ડાયાબિટીસગ્રસ્ત છે.  તેમજ આગામી ૫-૬ વર્ષમાં આ આંકડો ૮૦ લાખ કે તેથી વધારે થઇ શકે છે. જેના પરથી કહી શકાય કે ૨૦૨૫ સુધીમાં ૭ કરોડ ભારતીયોને ડાયાબિટીસ હોઇ શકે છે. 

આ સ્ટડીમાં ડાયાબિટીસથી થતાં મૃત્યુનો પણ અભ્યાસ કરવામાં આવ્યો. જેમાં જાણવા મળ્યું છે કે પહેલાની સરખામણીએ હવે ડાયાબિટીસથી થતા મૃતકોની સંખ્યા લગભગ બમણી થઇ ગઈ છે. જેમાં સ્ત્રીઓ અને આધેડ ઉંમરના લોકોની સંખ્યા વધારે હોય છે.

ભારતની સાથે સાથે આ દેશોમાં થયો સ્ટડી

ડાયાબિટીસ પર ભારત ઉપરાંત ચીન અને બાંગ્લાદેશ જેવા ઘણાં દેશોમાં લોકો પર રિસર્ચ કરવામાં આવ્યું. જેમાં આશરે ૧૦ લાખ લોકોની લાઈફસ્ટાઈલને ૧૨ વર્ષ સુધી ફોલો કરવામાં આવી અને જે પરિણામો સામે આવ્યાં તે બહુ ચોંકાવનારા હતા.

આ રિસર્ચ અમેરિકાના ટેનેસીમાં આવેલી વેન્ડરબિલ્ટ યુનિવર્સિટી મેડિકલ સેન્ટરના સંશોધકોના નેતૃત્વમાં કરવામાં આવ્યો હતો. આ સ્ટડી મુજબ ડાયાબિટીસ થવાનું મુખ્ય કારણ લોકોની બદલાતી લાઈફસ્ટાઈલ હતી. સ્ટડી અનુસાર એશિયા ખંડમાં લોકોની જીવનશૈલી સતત બદલાતી રહે છે. જેના લીધે ડાયાબિટીસના દર્દીઓમાં સ્થૂળતા વધવા લાગે છે. એટલું જ નહીં એમનામાં ઉંમર કરતા વહેલા મૃત્યુનું જોખમ પણ વધી જાય છે.



from Health News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2HyVNPQ
via Latest Gujarati News

Post a Comment

0 Comments