શ્રીનગર, તા. 16 મે 2019 ગુરુવાર
જમ્મુ-કાશ્મીરના પુલવામામાં દલીપોરા વિસ્તારમાં ગુરુવારે સેના અને આતંકી વચ્ચે અથડામણ શરૂ થઈ. જેમાં 3 આતંકવાદીઓ ઠાર મર્યા અને એક જવાન શહીદ થયા છે. ઠાર મરાયેલા આતંકીઓમાં આતંકી સંગઠન જૈશ કમાન્ડર ખાલિદ 2017ના લેથપોરા હુમલાનો માસ્ટરમાઈન્ડ હતો. આ સિવાય બે જવાન અને બે સામાન્ય નાગરિક ઈજાગ્રસ્ત છે. પુલવામામાં કફર્યુ લાગુ કરાયો છે.
સેના અને SOGની સંયુક્ત ટીમને કેટલાક આતંકવાદીઓ છુપાયા હોવાના સમાચાર મળ્યા હતા. જે બાદ ગુરુવારે દલીપોરા વિસ્તારમાં ઘેરાબંધી કરવામાં આવી. સેનાની સંયુક્ત ટીમે સર્ચ ઑપરેશન શરૂ કર્યું, આતંકવાદીઓએ ફાયરિંગ શરૂ કરી દીધી છે. બંને જવાનોને આર્મી બેઝ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે જ્યાં તેમની સારવાર ચાલી રહી છે.
સેનાનું ઑપરેશન ઑલ આઉટ ચાલુ
ગત રવિવારે કાશ્મીરના શોપિયામાં સેના અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર થયુ હતુ. સેનાએ બે આતંકવાદીઓને ઠાર માર્યા હતા. બંને લશ્કર-એ-તોયબા આતંકી સંગઠન સાથે જોડાયેલા હતા અને ઘણા દિવસોથી તપાસ કરી રહ્યા હતા.
અગાઉ 10 મેએ સેનાએ આતંકી સંગઠન આઈએસજેકેના કમાન્ડર ઈશફાક અહેમદને સોપોરમાં અથડામણ દરમિયાન ઠાર માર્યા હતા. મે માં જ શોપિયા જિલ્લાના ઈમામ સાહેબ ગામમાં અથડામણ દરમિયાન બુરહાન વાની ગેન્ગના કમાન્ડર લતીફ ટાઈગરને ઠાર મારી દીધા હતા.
હિઝબુલ કમાન્ડર લતીફ પોતાના 2 અન્ય આતંકીઓની સાથે એક ઈમારતમાં છુપાયેલો હતો. આ દરમિયાન આતંકવાદી અને સેના વચ્ચે અથડામણ થઈ, જેમાં આતંકી લતીફ ટાઈગર સહિત બે આતંકી માર્યા ગયા. આ દરમિયાન એક જવાન પણ ઈજાગ્રસ્ત થઈ ગયો.
from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2WOpHFU
via Latest Gujarati News
0 Comments