વિપક્ષી એકતાને ઝાટકોઃ માયાવતી સોનિયા-રાહુલને મળવા નહીં જાય

નવી દિલ્હી, તા. 20 મે 2019, સોમવાર

લોકસભાની ચૂંટણીનો અંતિમ તબક્કો સમાપ્ત થતા જ રાજકીય પક્ષો સરકાર રચવા માટે જરૂરી સમીકરણો ઊભા કરવાની કવાયતમાં લાગી ગયા છે. વિપક્ષી ગઠબંધનને લઇને પણ અટકળોનો દોર તેજ થઇ ગયો છે. જોકે ઉત્તરપ્રદેશના કદાવર વિપક્ષી નેતા અને બહુજન સમાજ પાર્ટીના સુપ્રીમો માયાવતીએ હજુ પોતાના પત્તા ખોલ્યાં નથી.

અગાઉ એવી ખબર હતી કે માયાવતી દિલ્હીમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી, યૂપીએ અધ્યક્ષ સોનિયા ગાંધી અને ટીડીપી ચીફ ચંદ્રબાબુ નાયડૂને મળશે. પરંતુ હાલ તો એવી અટકળો પર વિરામ લાગી ગયું છે. બસપા મહાસચિવ સતીશચંદ્ર મિશ્રાએ આવી કોઇ મુલાકાતનો ઇન્કાર કર્યો છે. તેમણે કહ્યુ કે માયાવતી સોમવારે લખનઉમાં જ રહેશે.તેમનો દિલ્હી જવાનો કોઇ કાર્યક્રમ નથી અને નથી તેઓ કોઇ બેઠકમાં સામેલ થવાના. બીજી બાજુ સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે ગઠબંધનના દરવાજા ખુલ્લા રાખતા કહ્યું છે કે જરૂર પડશે તો તેઓ કોંગ્રેસને સમર્થન આપશે.

ઉલ્લેખનીય છે કે બિનભાજપી દળો કેન્દ્રમાં સરકાર રચવાના પ્રયાસમાં લાગી ગયાં છે. જે અંતર્ગત ચંદ્રબાબુ નાયડૂ દિલ્હીમાં વિપક્ષી નેતાઓ સાથે મુલાકાતમાં લાગી ગયા છે.



from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2JsJQP1
via Latest Gujarati News

Post a Comment

0 Comments