ટ્રમ્પની ઇરાનને ધમકીઃ યુદ્ધ થયું તો ઇરાન બરબાદ થઇ જશે

વોશિંગ્ટન, તા. 20 મે 2019, સોમવાર

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઇરાનને ચેતવણી આપતા કહ્યું છે કે જો ઇરાને અમેરિકાના હિતો પર હુમલો કર્યો તો તેને બરબાદ કરી દેવામાં આવશે. અમેરિકા અને ઇરાન વચ્ચેનો તણાવ હાલ ચરમસીમાએ છે એ સંજોગોમાં ટ્રમ્પના આ નિવેદનના કારણે પરિસ્થિતિ ઓર વણસવાનો અંદેશો છે.

ટ્રમ્પે ટ્વીટ કરીને કહ્યું કે જો ઇરાન યુદ્ધ કરવા ઇચ્છે છે તો તેનો અધિકૃત રીતે અંત થઇ જશે. હવે પછી અમેરિકાને ધમકી આપવાની હિંમત ન કરશો. ઉલ્લેખનીય છે કે અમેરિકા અને ઇરાન વચ્ચે તણાવ એટલો વધી ગયો છે કે અમેરિકાએ પોતાનો નૌકા કાફલો અને બોમ્બર વિમાનો ગલ્ફમાં તૈનાત કરી દીધાં છે.

ઇરાનના વિદેશ મંત્રીએ અગાઉ કહ્યું હતું કે તેઓ યુદ્ધ ઇચ્છતા નથી. અમેરિકાએ એવી ચેતવણી પણ આપી છે કે ફારસની ખાડી પર થઇને પસાર થતા કમર્શિયલ વિમાનો પર ખતરો હોઇ શકે છે. અગાઉ ઇરાને પણ કહ્યું હતું કે તે ખાડી દેશોમાં અમેરિકાના જહાજોને આસાનીથી નિશાન બનાવી શકે છે. ઉલ્લેખનીય છે કે ઇરાન અગાઉ ધમકી આપી ચૂક્યું છે કે તે પેટ્રોલિયમના જહાજોની અવરજવર માટે મહત્વપૂર્ણ એવી હોરમુઝની ખાડીનો જળમાર્ગ બંધ કરી શકે છે.



from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2JRfFjN
via Latest Gujarati News

Post a Comment

0 Comments