
ઇરાન અમારા દળો કે નાગરિકોને નિશાન બનાવાશે તો જડબાતોડ જવાબ અપાશે, ઇરાન અમારા સંયમને અમારી નબળાઇ ન સમજે : અમેરિકા
(પીટીઆઇ) વોશિંગ્ટન, તા. 11 મે, 2019, શનિવાર
ઇરાન સાથે વધી રહેલી તંગદિલીને ધ્યાનમાં રાખીને તેહરાન દ્વારા જો અમેરિકન દળોને નિશાન બનાવવામાં આવે તો તેનો જવાબ આપવા માટે પેન્ટાગોને ખાડીમાં યુદ્ધ જહાજ અને પેટ્રિઓટ એર ડિફેન્સ મિસાઇલ સિસ્ટમ તૈનાત કરી છે.
પેન્ટાગોને એક નિવેદનમાં જણાવ્યું છે કે અમેરિકન દળો અને અમારા હિતોની વિરુદ્ધ અભિયાન ચલાવવાના ઇરાનની તૈયારીઓને ધ્યાનમાં રાખીને જવાબી કાર્યવાહી કરવા માટે આ હથિયાર પ્રણાલી પશ્ચિમ એશિયામાં યુએસએસ અબ્રાહમ લિંકન કેરિયર સ્ટ્રાઇક ગુ્રપ અને અમેરિકન એરફોર્સ બોમ્બર ટાસ્ક ફોર્સની મદદ કરશે.
આ અગાઉ અમેરિકાએ ઇરાનને ચેતવણી આપી હતી કે જો તે કે તેના તરફથી બીજો કોેઇ અમેરિકન હિતો કે નાગરિકો પર કોઇ પણ પ્રકારનો હુમલો કરશે તો તેનો ત્વરિત અને નિર્ણાયક જવાબ આપવામાં આવશે.
અમેરિકાના વિદેશ પ્રધાન માઇક પોમ્પિઓેએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે તેહરાનના સત્તાવાળાઓને એક વાત સમજી લેવાની જરૃર છે કે તે કે તેના દ્વારા અમેરિકન હિતો કે નાગરિકો પર કોઇ પણ પ્રકારનો હુમલો કરાશે તો અમેરિકા ત્વરિત જવાબી કાર્યવાહી કરશે.
તેમણે જણાવ્યું હતું કે ઇરાને અમારા સંયમને સંકલ્પની ઉણપ સમજવાની ભૂલ ન કરવી જોઇએ. અત્યાર સુધી ઇરાનના શાસને હિંસાનો વિકલ્પ પસંદ કર્યો છે અમે સમૃદ્ધ ભવિષ્યની રાહ જોઇ રહેલા ઇરાનના એ લોકોને અપીલ કરીએ છીએ કે તેઓ શાસક પક્ષને પોતાનો વ્યવહાર બદલવાની ફરજ પાડે.
પોમ્પિઓએ આરોપ મૂક્યો છે કે તાજેતરના દિવસોમાં ઇરાને પોતાના નિવેદનોથી બંને દેશો વચ્ચેની તંગદિલી વધારી છે. અમેરિકા અને તેના સહયોગી રાષ્ટ્રો ઇચ્છતા નથી કે યુદ્ધ થાય. જો કે ૪૦ વર્ષોથી અમેરિકન જવાનોની હત્યા, અમેરિકન કેન્દ્રો પર હુમલા અને અમેરિકનોને બંધક બનાવવા એ વાતની યાદ અપાવે છે કે આપણને આપણી રક્ષા માટે પગલા લેવા પડશે.
from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2E3p4ky
via Latest Gujarati News
0 Comments